અંબાજી નજીક છાપરી ચેકપોસ્ટ ખાતે પોલીસ અને હોમગાર્ડ ની જગ્યા એ સિવિલ ડ્રેસમાં એક વ્યક્તિ દ્વારા વાહન ચેકિંગ કરતાં નજરે

હિન્દ ન્યુઝ, અંબાજી

             શક્તિ ભક્તિ અને આસ્થાના નું ત્રિવેણી સંગમ એટલે જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી આ ધામ એ ગુજરાતનુ જ નહિ પણ વિશ્વનું સુપ્રસિદ્ધ યાત્રાધામ તરીકે ગણાતું હોય છે. આ ધામ ખાતે દેશભર માંથી યાત્રિકો માં અંબે નાં દર્શન કરવા અંબાજી આવતા હોય છે ત્યારે વાત કરવા માં આવે કે આ ધામ એ ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલું હોય અને ગુજરાત માં પ્રતિબંધિત વસ્તુઓ ની રાજસ્થાની માંથી ઘુસણખોરી નાં થાય તેને લઈ અંબાજી નજીક છાપરી ચેકપોસ્ટ મુકાઈ છે અને ગુજરાત પોલીસ નાં જવાનો અને હોમગાર્ડ જવાનો તહેનાત કરાયા છે. ત્યારે આ બોર્ડર પર ચેકીંગ ની જગ્યા એ ઉગાડી લૂંટ થતી હોવાનો આક્ષેપ વાહન ચાલકો દ્વારા કરાઈ રહ્યા છે. એટલું જ નહિ પોલીસ અને હોમગાર્ડ ની જગ્યા એ સિવિલ ડ્રેસમાં ઊભો રહેતો માણસ વાહન ચેકીંગ કરી રહ્યા છે. આ માણસ કોણ ? આ સિવિલ ડ્રેસ માં હાજર માણસ ને વાહન ચેક કરવા ની પરમિશન આપી કોણે ? અહી હાજર સિવિલ ડ્રેસમાં માં માણસ કોણ છે ? તે લોકમુખે ચર્ચાસ્પદ બન્યું છે. ત્યારે વાત કરવા માં આવે કે ગતરોજ તા. ૨૯/૦૧/૨૦૨૧ નાં રોજ એક વાહન ચાલકે આક્ષેપ લગાવ્યો છે કે અમે માસ્ક નાં પહેરેલું હોઈ, અમે અંબાજી તરફ આવતા હતા ત્યારે અમને ગુજરાત છાપરી બોર્ડર ખાતે રોકાવ્યા હતા ત્યારે અમને માસ્ક માટે કહેવા લાગ્યા ત્યારે અમે જે માસ્ક બદલ નો સરકાર નો દંડ છે તે અમે ભરવા તૈયાર છીએ ત્યારે મને બોલાવી અને અમારી પાસે થી પહેલા ૧૦૦૦ રૂપિયા માંગ્યા ત્યારે મે ૧૦૦૦ લાવી ને આપ્યા ત્યાર બાદ ત્યાં ઉપસ્થિત જવાનો એ જણાવ્યું કે ૫૦૦ રૂપિયા આપો ત્યારે અમે ૫૦૦ રૂપિયા આપ્યા ત્યારે અમે આપેલ રૂપિયા ની પાવતી માંગી તો તેમને નાં પાડેલ કે પાવતી નથી ચાલશે. પાવતી ની કોઈ જરૂરત નથી.

              જ્યારે મે ૫૦૦ રૂપિયા આપ્યા, દંડ ભર્યો તો પાવતી પણ આપવી જોઈએ ને. આવી રીતે ગરીબ માણશો ને હેરાન પરેશાન કરાશે અને સરકાર નાં પૈસા પોતાના ખિસ્સા માં ભરશે તો કઈ રીતે ચાલશે. એટલુ જ નહિ અમે ત્યાંથી આગળ આવી રહ્યા હતા ત્યારે અંબાજી નજીક શીતળા માતા મંદિર પાસે વરી પોલીસ જવાનો અને TRB જવાનો વાહન ચેક કરતા હતા. ત્યારે ત્યાં પણ અમારી ગાડી રોકાવી જ્યારે ત્યાં અમે માસ્ક પહેરેલું હતું તેમ છતાં ગાડી રોકવી અને ત્યાં ઉપસ્થિત જવાનો એ માસ્ક ની પાવતી લેવા જણાવેલ ત્યારે મે તેમને જણાવેલ કે અમે આગળ ગુજરાત છાપરી ચેકપોસ્ટ ખાતે માસ્ક નો દંડ આપેલ છે. ત્યારે તેમને જણાવેલ કે જો માસ્ક નો દંડ આપ્યો હોય તો પાવતી બતાવો. જ્યારે અમને છાપરી બોર્ડર ખાતે થી પાવતી આપવા માં આવીજ નતી તો આં જવાનો ને પાવતી આપવી ક્યાંથી ? જ્યારે આ શીતળા માતા મંદિર પાસે નાં જવાનો એ પણ જણાવ્યું કે ૫૦૦ આપો અને નીકળો તો એક ગરીબ માણસ પાસે આવી વિકટ પરિસ્થિતિ માં પણ પોલીસ દ્વારા જે છાપરી બોર્ડર અને શીતળા માતા મંદિર પાસે ઉઘાડી લૂંટ કરવા માં આવી રહી છે. તે વહલી તકે જિલ્લા એસ.પી દ્વારા બંધ કરાવામાં આવે તેવી વાહન ચાલકો ની માંગ ઉઠવા પામી છે.

              ગુજરાત બોર્ડ ખાતે સિવિલ ડ્રેસમાં વાહન ચેકિંગ કરતો માણસ કોણ ? અંબાજી નજીક આવેલ છાપરી બોર્ડર ખાતે વાહન ચેકીંગ કરાતા હોય છે ત્યારે આ ચેકપોસ્ટ ખાતે ગુજરાત પોલીસના જવાનો અને હોમગાર્ડ જવાનો પણ આ બોર્ડર ખાતે મુકાયા છે ત્યારે પોલીસ અને હોમગાર્ડના જવાનો વાહન ચેકિંગ કરે તે બરાબર છે ? આ ચેકપોસ્ટ પર છેલ્લા કેટલાય દિવસોથી સિવિલ ડ્રેસમાં અહી એક હાજર માણસ વાહન ચેકીંગ કરી રહ્યો છે. ત્યારે વાહન ચાલકો સહિત સ્થાનિકોના મોઢે ચર્ચાસ્પદ બન્યું છે કે આ સિવિલ ડ્રેસમાં વાહન ચેકિંગ કરતો માણસ કોણ ? અને જો પોલીસ કર્મી હોય તો સિવિલ ડ્રેસમાં ઊભા રહેવાની પરમીશન કોણે આપી ? તે પણ એક વિચારવાની બાબત બની છે. કયા હોદ્દા થી અને કોણી લાગવગ ના કારણે આ સિવિલ ડ્રેસમાં ઉભો રહેલો માણસ છાપરી ચેકપોસ્ટ ખાતે વાહન ચેકિંગ કરી રહ્યો છે.
પોલીસ જવાનો ખૂરશી મા આરામ ફરમાવે અને સિવિલ ડ્રેસમ માં હાજર ફોલ્ડર વાહનચાલકો પાસે પૈસા પડાવે.

              આ બોર્ડર ખાતે પોલીસ જવાનો ખુરશી માં આરામ ફરમાવતા નજરે પડે છે અને જ્યારે જે સિવિલ ડ્રેસમાં માણસ છે તે વાહન રોકાવી અને વાહનોને ચેક કરી અને જો કોઈ માસ્ક ન પહેર્યું હોય તો રોકડી પણ કરતો હોવાની બુમરાડ ઉઠવા પામી છે. ત્યારે માસ્ક ન પહેરેલું હોય અને પાવતી લેવી હોય તો ૧૦૦ અને પાવતી નાં લેવી હોય તો ૫૦૦ રૂપિયા આપીને નીકળો ત્યારે આ સિવિલ ડ્રેસમાં ઉભો રહેતો માણસ છે કોણ ? અને કોને અહીં આગળ ઊભા રહેવાની પરમીશન આપી ? એટલુજ નહિ કયા હોદ્દા ના કારણે આ વાહન ચેક કરી રહ્યો છે ? કોની સાંઠગાંઠ ના કારણે યાત્રિકોને હેરાન-પરેશાન કરાય છે ? તે વિચારવાની બાબત બની છે. જ્યારે આવી વિકટ પરિસ્થિતિમાં પણ ગરીબ લોકો પાસેથી ૫૦૦-૫૦૦ રૂપિયા પડાવવા માં આવે છે તે ખરેખર ગેરવ્યાજબી છે. આ વિષય પર જિલ્લા એસ.પી, રેન્જ આઇ.જી અને ડી.જી.પી ઉંડી તપાસ કરી અને લાગતા વળગતા અધિકારીઓ કે જે આ મીલી ભગતમાં સામેલ હોય તેમની ઉપર સમાજમાં અને પોલીસ બેડામાં દાખલો બેસે તેવી કાર્યવાહી કરે તેવી સ્થાનિકો સહીત છાપરી ચેકપોસ્ટ થી લૂંટાઈ અને પસાર થતા વાહનચાલકો ની માંગ ઉઠવા પામી છે.

રિપોર્ટર : બિપીન સોલંકી, અંબાજી

Related posts

Leave a Comment