રાજકોટ શહેર ખાતે કુવાડવા ચોકડી પાસે વિદેશી દારૂ ભરેલી બોલેરો સાથે બામણબોરનો શખ્સ ઝડપાયો

રાજકોટ

તા.૯/૯/૨૦૨૦ ના રોજ રાજકોટમાં દારૂનું દુષણ ડામવા પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, J.C.P ખુર્શીદ અહેમદ, D.C.P મનોહરસિંહ જાડેજા, D.C.P પ્રવિણકુમાર મીણા તથા A.C.P ક્રાઇમની સૂચનાથી S.O.G, P.I આર.વાય.રાવલના માર્ગદર્શન હેઠળ P.S.I અતુલ સોનારા અને D.C.B ટિમ પેટ્રોલીંગમાં હતી. દરમિયાન સમીરભાઈ શેખ, અનિલભાઈ સોનારા, અજીતસિંહ પરમારને મળેલી બાતમીના આધારે કુવાડવા ચોકડી બાલગોપાલ હોટલ પાસે વોચ ગોઠવી હતી. દરમિયાન બાતમીવાળી બોલેરો કાર પસાર થતા તેને અટકાવી જડતી લેતા તેમાંથી ૧,૯૬,૮૦૦ રૂપિયાની ૪૧ પેટી એટલે કે ૪૯૨ બોટલ દારૂ મળી આવતા બોલેરો ચાલક બામણબોરનાં જયંતીભાઈ ઉકાભાઇ બાવળીયાની ધરપકડ કરી. પોલીસે દારૂ, વાહન અને એક મોબાઈલ સહીત ૫,૦૧,૮૦૦ રૂપિયાનો મુદામાલ કબ્જે કર્યો છે.

રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Related posts

Leave a Comment