રોગચાળા અટકાયતી માટે ગત સપ્તાહ (તા.૩૧/૧૦/૨૨ થી તા.૦૬/૧૧/૨૨) દરમ્‍યાન રાજકોટ મહાનગરપાલિકા, આરોગ્ય શાખા દ્વારા કરેલ કામગીરી

હિન્દ ન્યુઝ, રાજકોટ

હાલ મીક્ષ ઋતુ અને અનુકૂળ વાતાવરણ મેળવતાં ડેન્‍ગ્‍યુ અને મેલેરિયા કેસો જોવા મળે છે. ડેન્ગ્યૂ એડીસ મચ્છર દિવસના સમયે કરડે છે અને એક સાથે વઘુ લોકોને કરડતો હોવાથી, વઘુ જનસમુદાય હોય તેવા સ્‍થળો એ આવા રોગ ફેલાવવાનો જોખમ વઘુ રહે છે.

મચ્છરનું જીવનચક્ર ટુંકુ હોય છે અને પુનઃ ઉત્પત્તિ ઝડપી હોવાથી તેનો ફેલાવો થોડા સમયમાં ખૂબ ઝડપથી થાય છે. ખાસ કરીને શહેરી વિસ્તારોમાં લોકોમાં સાફસફાઈના અભાવ, પોતાના સ્‍વાસ્‍થય પ્રત્યે બેદરકારી અને માનવીય બેદરકારીથી સહેલાઈથી મચ્છરને પ્રજનન માટે મળી રહેતા ચોખ્‍ખા પાણીના પાત્રોને કારણે મચ્‍છરની ઉત્‍૫તિ ઘણી વધી જાય છે.

રાજકોટ મહાનગર પાલિકાના આરોગ્ય તંત્ર દ્વારા ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકુનગુનિયા વગેરે જેવા રોગોને નિયંત્રિત કરવા માટે સતત પ્રયાસો થઈ રહ્યા છે. આ રોગો માનવીની જીવનશૈલી સાથે સીધા સંકળાયેલા હોવાથી તેમાં લોકોનો સહકાર અત્યંત આવશ્યક છે. 

મચ્છર જન્ય રોગો અઠવાડિક પોઝિટિવ કેસની સંખ્યા

(તા.૩૧/૧૦/૨૨ થી તા.૦૬/૧૧/૨૨)

વર્ષમાં કૂલ નોંઘાયેલ
મેલેરિયા ૪૪
ડેન્ગ્યુ ૧૬ ૧૯૮
ચિકુનગુનિયા ૨૧

અન્ય રોગચાળાની કેસની વિગત

(તા.૩૧/૧૦/૨૨ થી તા.૦૬/૧૧/૨૨)

ક્રમ વિગત કેસની સંખ્યા
શરદી – ઉધરસના કેસ ૨૫૩
સામાન્ય તાવના કેસ ૩૯
ઝાડા – ઉલટીના કેસ ૫૭
ટાઈફોઈડ તાવના કેસ
કમળો તાવના કેસ
મરડાના કેસ

આ રોગચાળા દ્વારા ઉભા થતા જાહેર આરોગ્ય પડકારને પહોચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ સ્તરે ઘનિષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે. વાહક નિયંત્રણની કામગીરી હેઠળ તા.૩૧/૧૦/૨૦૨૨ થી તા.૦૭/૧૧/૨૦૨૨ દરમ્યાન પોરાનાશક કામગીરી હેઠળ ૬૫,૪૧૩ ઘરોમાં પોરાનાશક કામગીરી કરેલ છે. તથા ૧૭૨૯ ઘરોમાં ફોગીંગ કામગીરી કરેલ છે.

મચ્છરની ઘનતા વઘુ હોય તેવા વિસ્તારોને વહિકલ માઉન્ટેન ફોગીંગ મશીન ફોગીંગ કામગીરી કરવામાં આવે છે. આ કામગીરી હેઠળ સત્યનારાયણપાર્ક શેરી નં. ૧ થી ૪, નાણાવટી ચોક તથા મેઇન રોડ, સતાઘાર પાર્ક શેરી નં. ૧ થી ૫ તથા આજુબાજુનો વિસ્તાર, શિવમ પાર્ક શેરી નં. ૧ થી ૪ તથા મેઇન રોડ તથા આજુબાજુનો વિસ્તાર, રિઘ્ઘી સિઘ્ઘી પાર્ક શેરી નં. ૧ થી ૫ તથા મેઇન રોડ તથા આજુબાજુનો વિસ્તાર, શાંતીનિકેતન પાર્ક શેરી નં. ૧ થી ૪ તથા મેઇન રોડ અને આજુબાજુનો વિસતાર, શિવ આસ્થા રેસી. રાઘામીરા પાર્ક, રાઘામીરા મેઇન રોડ, વ્રજભુમિ રેસી શેરી નં. ૧ થી ૩, ઠાકોર ઘારા શેરી નં. ૧ થી ર, જય રામદેવ રેસી., પંચવટી સોસા., ઠાકોર ઘારા – ર, સદગુરૂનગર સોસા., સેટેલાઇટ પાર્ક – ૧ થી ૩, સેટેલાઇટ મે. રોડ, બ્રહમાણી પાર્ક – ર, રામ પાર્ક – ૧ થી ૪, રામ પાર્ક મે. રોડ, મોરબી રોડ મે. રોડ, માર્કેટીંગ યાર્ડ હુડકો કવા., શ્રી રામ સોસા., – ૧ થી ૧૧, નરસિંહનગર – ૧ થી ૭, શીવમ નગર સોસા., મનહર સોસા., – ૧ થી ૫, માલઘારી મફતીયા૫રા મેઇન રોડ, હનુમાનનગર, સર્વોદય સોસા., નંદની પાર્ક, સુભાષ સોસા., મોરારીનગર, બાબરીયા કોલોની, બાબરીયા આવાસ, રામેશ્વર નવું, રામેશ્વર જુનુ, વીરાટનગર નવું, વિરાટનગર જુનુ, જમનાનગર, સોરઠિયાવાડી, લલુડી વોકળી, બાપુનગર, જિલ્લા ગાર્ડન, સોરઠિયા પ્લોટ, કુંભારાવડા મે. રોડ, ભવાનીનગર, રામનાથ૫રા, હાથીખાના –  ૧ થી ૪, રામનાથ૫રા વોકળા, કિસ્મતનગર – ૧ થી ૪ તથા મેઇન રોડ, ૧૫૦ ફુટ રીંગ રોડ રૈયા ચોકડી, લકકી પાર્ક શેરી નં. ૧ થી ૩ તથા મેઇન રોડ અને આજુબાજુનો વિસ્તાર, કિડવાઇનગર શેરી નં. ૧ થી ૬ તથા મેઇન રોડ, સરકારી કર્મચારી સોસા. શેરી નં. ૧ થી ૧૧ તથા મેઇન રોડ, યોગીનગર શેરી નં. ૧ થી ૫ તથા મેઇન રોડ અને આજુબાજુનો વિસ્તાર, સરદાર વલ્લ્ભભાઇ પટેલ સોસા., ભવનાથ પાર્ક, ગુરૂકૃપા સોસા., રજત સોસા, શ્રીજીનગર, શ્યામ પાર્ક, ન્યુ સર્વોદય કો.હા. સોસા., શ્રઘ્ઘા પાર્ક, લાલ પાર્ક, શ્રઘ્ઘા પુરી, શિવ શ્રઘ્ઘા સોસા., ગોવર્ઘન સોસા. તથા નર્મદા પાર્ક, સખીયાનગર શેરી નં. ૩ તથા આસપાસની શેરીઓમાં, ઘાંચીવાડ, નવયુગ૫રા, રામકૃષ્ણ્નગર શેરી નં. ૮ (એ) તથા આસપાસની શેરીઓ, સિલ્પન વિલા એપાર્ટમેન્ટ – કાલાવડ રોડ આસપાસનો વિસ્તાર, શિવસુષ્ટિ સોસા., જયોતિનગર, ઘનશ્યામનગર, મનુ મંગલમ સોસા., શિલ્પન બંગ્લોઝ, શિલ્પન વિલ, મઘુવન એપાર્ટમેન્ટ, ૨૪ કેરેટ એપાર્ટમેન્ટ, સિલ્વર હેરીટેઝ, સેલેનીયમ હેરીટેઝ, ભગવતી૫રા, રામનાથ૫રા સ્મશાન, ભગવ૫રીવાસ દેવીપુજનક વાસ નદીકાંઠે, ભગવતી૫રા શ્રમજીવી, ઘરમનગર, મહાકાળીનગર, રિઘ્ઘી સિઘ્ઘી સોસા., મુફદદલ હાઉસીંગ સોસા., આલીકદર પાર્ક, તિરૂ૫તિ સોસા., રામપાર્ક, બાલાજી પાર્ક, લક્ષ્મીવાડી મે. રોડ તથા આજુબાજુની બંઘ શેરી, પી.જી.વી.સી.એલ. ઓફીસ પાસે તેમજ વોકળાની આજુબાજુનો વિસ્તાર, મિલ૫રા વિસ્તારો ફોગીંગ કામગીરી હેઠળ આવરી લેવામાં આવેલ છે.

ડેન્‍ગ્‍યુ રોગ અટકાયતીના ભાગરૂપે શહેરી વિસ્તારમાં રહેણાંક મકાન, દુકાન, એપાર્ટમેન્ટ, કોર્મશિયલ કોમ્પલેકસ, ઔધોગિક એકમો, વ્યાપાર ધંધાના સ્થળ તેમજ રહેણાંક મકાનની આસપાસના વિસ્તારોમાં મચ્છરોના ઉત્પતિ સ્થાનો જોવા મળશે તો જગ્યાના માલિક કે ભોગવટો કરનાર કે જવાબદાર આસામી સીધી રીતે જવાબદાર ગણી બાયલોઝ અંતર્ગત તેની વિરૂદ્ધ મચ્છર ઉત્પતિ સબબ નોટીસ તથા વહિવટી ચાર્જ વસુલાતની કામગીરી કરવામાં આવેલ છે. આ કામગીરી હેઠળ રહેણાંક સિવાય અન્ય ૫૭૪ પ્રીમાઇસીસ (બાંઘકામ સાઇટ, સ્‍કૂલ, હોસ્પિટલ, હોટેલ, ઇન્ડસ્ટ્રીઝ, હોસ્ટેલ, કોમ્પ્લેક્ષ, ભંગારના ડેલા, સેલર, હોલ / વાડી / પાર્ટી પ્લોટ, ઘાર્મિક સ્થળ, પેટ્રોલ પં૫, સરકારી કચેરી વગેરે) નો મચ્છર ઉત્પતિ સબબ તપાસ કરવામાં આવેલ છે. જેમાં રહેણાંક સહિત મચ્છર ઉત્પતિ સબબ ૪૯૨ આસામીને નોટીસ આ૫વામાં આવેલ છે.

ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકુનગુનિયા રોકથામ માટે ૧૦ x ૧૦ x ૧૦ નું સુત્ર અ૫નાવવું. જેમાં પ્રથમ ૧૦ : દર રવિવારે સવારે ૧૦ વાગે ૧૦ મિનીટ ફાળવવી.  બીજા ૧૦ : ઘરમાં તથા ઘરની આસપાસના ૧૦ મીટરના એરીયામાં પાણી ભરેલા પાત્રો ઢાંકીને રાખવા તેમજ બિનઉ૫યોગી પાણી ભરેલા પાત્રો ખાલી કરવા. ત્રીજા ૧૦ : આ માહિતી અન્ય ૧૦ વ્યકિતઓ સુઘી ૫હોંચાડવી.  આમ, માત્ર ૧૦ મિનીટ આ૫ને તેમજ આ૫ના ૫રિવારને ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકુનગુનિયા  જેવા વાહકજન્ય રોગોથી બચાવી શકાશે.

ખાસ કરીને ડેન્ગ્યુ મેલેરિયા અટકાયતી માટે વરસાદ રોકાયા બાદ આટલું જરૂરી કરીએ.

  • અગાસી કે છજજામાં જમા થયેલ વરસાદી પાણીનો તાત્કાલીક નિકાલ કરીએ
  • અગાસી, બાલકની કે ગાર્ડનમાં રાખેલ છોડના કુંડા, કયાળા વગેરેમાં જમા થયેલ વરસાદી પાણીનો નિકાલ કરીએ.
  • ૫ક્ષીકુંજ, ૫શુને પીવાની કુંડી હાલ ચોમાસા પુરતી વ૫રાશમાં ન લઇને વરસાદી પાણી ભરાઇ ન રહે તેવી રીતે ઉંઘું કરીને રાખવા અથવા દરરોજ રાત્રે ખાલી કરીને ઉંઘું રાખયા બાદ જ સવારે નવું પાણી ભરવું.
  • અગાસી, છા૫રા વગેરે ૫ર પડેલ ભંગાર, ટાયર, ડબ્બા ડુબ્લી વગેરે જેવા પાત્રોમાં જમા થયેલ વરસાદી પાણીનો નિકાલ કરીએ.
  • પીવાના તથા ઘરવ૫રાશના તમામ પાણી ભરેલ પાત્રોને હવાચુસ્ત ઢાંકણથી ઢાંકીને રાખીએ.
  • ઘરની આસપાસ જમા ખાડા-ખાબોચીયામાં જમા થયેલ પાણીમાં બળેલ ઓઇલ નાખીએ.

યાદ રાખો..

આદત બદલો, રાજકોટ બદલાશે., સ્વચ્છ રાજકોટ, મચ્છરમુકત રાજકોટ

Related posts

Leave a Comment