હિન્દ ન્યુઝ, ભાવનગર
આગામી તા.૦૧-૧૨-૨૦૨૨ ના રોજ વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ યોજાનાર છે. ચૂંટણી પંચ દ્વારા આ ચૂંટણીમાં કચેરીઓના આવશ્યક સેવાઓ પરના ગેરહાજર મતદારો દ્રારા ટપાલ મતપત્રોથી મતદાન કરવા અંગેની માર્ગદર્શીકા ચૂંટણી પંચથી થઇ આવેલ છે. જેમાં વીજળી વિભાગ, બી.એસ.એન.એલ., રેલ્વે, દુરદર્શન, ઓલ ઇન્ડીયા રેડીયો, આરોગ્ય વિભાગ, ગુજરાત, ઉડ્ડયન, ગુજરાત રાજ્ય પરિવહન નીગમની બસ સેવાઓ, અગ્નિ શમન સેવાઓ, ચૂંટણી દિવસના કવરેજ માટે ઇ.સી.આઇ. દ્વારા અધિકૃત મીડીયા વ્યક્તિઓ, ટ્રાફીક, એમ્બ્યુલન્સ સેવાઓનો સમાવેશ કરવામાં આવેલ છે. આ કચેરીમાં આવશ્યક સેવાઓની કામગીરી સાથે સંકળાયેલ કર્મચારીઓ પૈકી તેમને સોંપેલ આવશ્યક સેવાઓની ફરજોની અનિવાર્યતાના કારણે મતદાનના દિવસે તેમના મતદાન મથકમાં હાજર રહી શકે તેમ ન હોય અને જે કર્મચારી ૧૦૩-ભાવનગર ગ્રામ્ય વિધાનસભા મતદાર વિભાગના મતદાર હોય તેવા કર્મચારીઓ પાસેથી ૧૨-ડી ના ફોર્મ મેળવી ચૂંટણી અધિકારી, ૧૦૩-ભાવનગર ગ્રામ્ય વિધાનસભા મતદાર વિભાગ અને નાયબ જિલ્લા વિકાસ અધિકારી (વિકાસ) ભાવનગરને મામલતદાર ગ્રામ્યની કચેરી, આઇ.ટી.આઇ કોર્નર, વિદ્યાનગર, ભાવનગર ખાતે કચેરીના સરનામે તા.૧૦/૧૧/૨૦૨૨ ના રોજ સાંજના ૫:૦૦ કલાક પહેલા મોકલી આપવાના રહેશે.