હિન્દ ન્યુઝ, સુરત
વર્તમાન વર્ષ ૨૦૨૫-૨૦૨૬ માટે ડિપ્લોમા ઇજનેરી અભ્યાસક્રમની પ્રવેશ પ્રક્રિયા સંપૂર્ણ ઓનલાઇન કરવામાં આવી છે. ઓનલાઇન પ્રવેશ પ્રક્રિયાની માહિતી, તે અંગેના ક્રમિક પગલાં તથા ઉમેદવારો અને વાલીઓના પ્રવેશ પ્રક્રિયાને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે કન્યાઓ માટેની સરકારી પોલીટેકનીક, સુરત ખાતેની પ્રવેશ સમિતિના અધિકારીઓ દ્વારા તા.૨૯/૫/૨૦૨૫ના રોજ સવારે ૧૧.૩૦ વાગે વિવેકાનંદ હૉલ, કન્યાઓ માટેની સરકારી પોલિટેકનિક, અઠવાગેટ, સુરત ખાતે સેમીનારનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમમાં પ્રવેશ પ્રક્રિયાની સંપૂર્ણ માહિતી નિશુલ્ક પૂરી પાડવામાં આવશે. જેથી વિધાર્થીઓ અને વાલીઓએ મહત્તમ લાભ લેવા આચાર્ય અને નોડલ ઓફિસરની યાદીમાં જણાવાયું છે.
