હિન્દ ન્યુઝ, છોટાઉદપુર
વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ ગામે ગામ ફરી વિકાસથી વંચિત છેવાડાના માનવીને સરકારી યોજનાકીય લાભ આપવાનો છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની યોજનાઓની માહિતી આપી તેનો લાભ લેવા સરકારી અધિકારી અને કર્મચારીગણ ગ્રામજનોને જાગૃત કરી રહ્યા છે.
વિકસિત ભારત સંકલ્પ યાત્રા છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના નાનીબુમડી ખાતે સરકાર યોજનાનો લાભ લેતા નાની પરી લાભાર્થી જોવા મળી. સરકાર ની નન્હી પરી યોજનાનો લાભ શ્રીમતી સુનિતાબહેન રાઠવાને લાભ મળ્યો. રાજ્ય સરકાર દ્વારા ખાસ દીકરીઓના જન્મને પ્રમોટ કરવા માટે પ્રથમ દીકરી અને બીજી દીકરીનો જન્મ થાય તો તેને આ યોજનાનો લાભ મળે છે. આ યોજના અંતર્ગત માતાને દીકરીની સાલ સંભાળ લેવા માટે જરૂરી એવી કીટ આપવામાં આવે છે. આ કીટમાં નાની બાળકીની સાબુ, તેલ, પાવડર, મચ્છરદાની, ગોદડી, કપડા, રમકડાં આમ 12 વસ્તુઓ આપવામાં આવે છે.નન્હી પરી પ્રાચીની માતા સુનિતા બહેને કહ્યું કે તેઓ જ્યારે ગર્ભવતી હતા ત્યારે આંગણવાડી કાર્યકર્તા નયનાબહેને તેમને આ યોજના વિશે માહિતી આપી હતી. અમારા ઘરમાં પ્રાચી પહેલી દિકરી છે જેને આ યોજનાનો લાભ મળ્યો છે. દિકરીઓના જન્મદર વધારવા માટે સરકાર અનેક યોજનાઓ અમલમાં મુકે છે.મારી નન્હી પરી પ્રાચીને કિટ આપવા બદલ સરકારનો ખૂબ ખૂબ આભાર.