હિન્દ ન્યુઝ, ભાવનગર
ભાવનગર જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા તા.૨૩-૦૫-૨૦૨૫ને શુક્રવારના રોજ સવારે ૧૧:૦૦ કલાકે ડૉ. આંબેડકર ભવન, એસ.ટી.બસ સ્ટેશન પાસે, પાનવાડી ખાતે ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.
જેમાં ખાનગીક્ષેત્રનાં અંદાજીત ૦૫ એકમ (કંપની)માં ધો.૧૦ પાસ /૧૨ પાસ /આઈ.ટી.આઈ /ડિપ્લોમા મેકેનિકલ /બી.ટેક / સ્નાતક તથા બી.ઈ.મિકેનિકલની લાયકાત ધરાવતા ઉમેદવારો માટે પ્લાન્ટ ઓપરેટર, મશીન ઓપરેટર, સી.એન.સી/વી.એમ.સી. ઓપરેટર, સેલ્સ ઓફિસર, ફ્લોર મેનેજર, પરચેઝ ઓફિસર, કેશિયર, સ્ટોક ઇન્ચાર્જ, હેલ્પર, કાઉન્સેલર વગેરે જેવી જગ્યાઓ ભરવાની છે.
નિયત કરેલી શૈક્ષણિક લાયકાત ધરાવતા રોજગારવાંચ્છુઓને ભરતીમેળામાં રૂબરૂ મુલાકાત તેમજ ઇન્ટરવ્યુ માટે રિઝ્યુમની ૫ (પાંચ) નકલ સાથે સ્વખર્ચે ઉપસ્થિત રહેવા તેમજ નોકરીદાતા, જગ્યા અને જરૂરી લાયકાત અંગેની વિસ્તૃત માહિતી માટે જિલ્લા રોજગાર કચેરીની ટેલિગ્રામ ચેનલ EMPLOYMENT OFFICE-BHAVNAGAR (GOG) ની મુલાકાત લેવી તેમ રોજગાર વિનિમય કચેરી, ભાવનગરની યાદીમાં જણાવ્યું છે.