શાંતિકુંજ હરિદ્વાર થી જ્યોતિ કળશ રથ સમગ્ર ગુજરાતમાં પરિભ્રમણ કરતા લીમખેડા તાલુકાના ઉમેદપુરા ગામે આગમન

હિન્દ ન્યુઝ, લીમખેડા

     શાંતિકુંજ હરિદ્વાર થી જ્યોતિ કળશ રથ સમગ્ર ગુજરાતમાં પરિભ્રમણ કરતા આજરોજ તારીખ 27/06/2025 ના રોજ દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના ઉમેદપુરા ગામે જ્યોતિ કલસ રથનું આગમન થતા મોટી સંખ્યામાં ઉમેદપુરા પીપળી, દુધિયા ધરા વગેરે ગામોના મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનોએ જ્યોતિ કળશ રચના દર્શન કર્યા. તેમજ રથ સાથે આવેલ શાંતિ કુંજ ટોલીએ જ્યોતિ કળશરથ નું મહાત્મ્ય સમજાવ્યું.

   આ જ્યોતિ કલર્સ એ અખંડ દીપક ના રૂપમાં શાંતિ કુંજમાં 1926 થી પ્રજાવેલી છે જે 2026 માં 100 વર્ષ પૂર્ણ થવાના છે અને 2026 માં માઁ ભગવતી દેવી શર્મા ના 100 વર્ષ પૂરા થતા હોય તો એ પણ જન્મ શતાબ્દી નો સુભગ સમન્વય થતો હોય તો આ જ્યોતિ કળશ રથના દર્શન માટે મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનોએ પાવન જ્યોતિ કળશ રથના દર્શન કરી ધન્યતા અનુભવી.

રિપોર્ટર : ગોવિંદ પટેલ, લીમખેડા (દાહોદ)

Related posts

Leave a Comment