હિન્દ ન્યુઝ, જસદણ
આજરોજ અષાઢી બીજ નિમિત્તે જસદણ ખાતે ભગવાન જગન્નાથજી ની ઐતિહાસિક અને પૌરાણિક શોભાયાત્રા નું આયોજન કરવામાં આવેલ.
વર્ષોથી રાજાશાહી વખતથી મોટા રામજી મંદિર દ્વારા ભગવાન જગન્નાથજી સુભદ્રાજી અને બળદેવજી ની નગર યાત્રા નું આયોજન કરવામાં આવે છે. તેમાં આજે પૂજા વિધિ ભાદર નદીના કાંઠે રાખેલ હતી. જેમાં નગરપાલિકાના પૂર્વ ચેરમેન પંકજભાઈ ચાંવ, રોહિતભાઈ વાઘેલા, સુખદેવદાસજી બાપુ, છાસીયા બાપુ તેમજ અનેક ધર્મ પ્રેમની જનતા સાથે સાથે ખુબજ મોટી સંખ્યામાં સાધુ સમાજ ઉપસ્થિત રહેલ. પુજા વિધી બાદ ભગવાનને નગરયાત્રા નું પ્રસ્થાન કરવામાં આવેલ.
રિપોર્ટર : વિજય ચાંવ, જસદણ

