હિન્દ ન્યુઝ, રાજકોટ
આજે રાજકોટ એસ.ટી. બસ પોર્ટ ખાતે સાંસદશ્રી પુરુષોતમભાઈ રૂપાલા તથા ધારાસભ્યો ડો. દર્શિતાબેન શાહ અને શ્રી રમેશભાઈ ટીલાળાના હસ્તે ૭ નવી એ.સી. પ્રીમિયમ લક્ઝરી બસોને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવવામાં આવી હતી.
રાજ્યભરમાં ૧૦૦ એ.સી. પ્રીમિયમ લક્ઝરી બસો મુસાફરોની સેવામાં મૂકવામાં આવી રહી છે, જેમાંથી ૦૭ બસો રાજકોટ વિભાગને ફાળવવામાં આવી છે.
🚩 શાસ્ત્રોક્ત વિધિ સાથે બસનું પૂજન કરવામાં આવ્યું અને મુસાફરો માટે આરામદાયક, સુખાકારીયુક્ત મુસાફરીની નવી શરૂઆત થઈ. આ અવસરે અધિકારીઓ, કર્મચારીઓ તથા અનેક મુસાફરો ઉપસ્થિત રહ્યા.
👉 આ ૭ બસો દ્વારા દરરોજ ૧૬ ટ્રીપ સંચાલિત થશે જે અંતર્ગત આશરે ૪૦૪૬ કિમી મુસાફરી થશે. નવી પ્રીમિયમ બસ સેવાઓ રાજકોટ થી શરૂ. જેની
🚌 ભાડાની વિગતઃ
રાજકોટ ➝ ભાવનગર : ₹304 (વાયા સરધાર, આટકોટ, બાબરા, ઢસા, સોનગઢ, સિહોર)
રાજકોટ ➝ ઉના : ₹544 (વાયા વિરપુર, જુનાગઢ, કેશોદ, ગડુ, વેરાવળ, સોમનાથ, કોડીનાર)
રાજકોટ ➝ દીવ : ₹579 (વાયા વિરપુર, જુનાગઢ, કેશોદ, ગડુ, વેરાવળ, સોમનાથ, કોડીનાર, ઉના)
🌟 આ તો માત્ર શરૂઆત છે – ગુજરાત સરકારના આયોજન મુજબ આગામી સમયમાં વધુ ૨૫-૩૦ પ્રીમિયમ એ.સી. બસો રાજકોટ વિભાગને ફાળવાશે.
📌 હવે સફર થશે વધુ આરામદાયક, સુવિધાસભર અને સમયસર!
📌 “સુરક્ષા સાથે સુખાકારીયુક્ત મુસાફરી” – એ જ છે એસ.ટી.ની નવી ઓળખ.
