હિન્દ ન્યુઝ, બોટાદ
જનપ્રતિનિધિઓ દ્વારા ઉપસ્થિત પ્રશ્નોનું સકારાત્મક નિરાકરણ કરવા કલેક્ટર ડો. અનિલ ધામેલિયા દ્વારા સૂચના અપાઇ.
આ બેઠકમાં ઘરથાળના પ્લાટ, દબાણો, વીજળી, માર્ગ નિર્માણ, પાણી પુરવઠા, રેશનશોપ સહિતના વિષયો ઉપર જનપ્રતિનિધિઓ દ્વારા ઉપસ્થિત થયેલા પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી અને તેના જવાબ, નિરાકરણ સંબંધિત કચેરીના અધિકારીઓ દ્વારા પાઠવવામાં આવ્યા હતા.
આ બેઠક દરમિયાન સોલાર રૂફ ટોપ યોજના અંગે એમજીવીસીએલ દ્વારા એક પ્રેઝેન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં સોલાર રૂફ ટોપ યોજનાના ગ્રામીણ કક્ષાએ અમલીકરણ અંગે ફાયદાઓની સમજૂતી આપવામાં આવી હતી.
