જિલ્લા કલેક્ટર રવિન્દ્ર ખતાલે દ્વારા કલોલ તાલુકાના દંતાલી ગામની મુલાકાતે

હિન્દ ન્યુઝ, ગાંધીનગર

    ગાંધીનગર જિલ્લામાં વહીવટી પારદર્શિતા અને તંત્રની કામગીરી વધુ સુદ્રઢ બને તે હેતુથી જિલ્લા કલેક્ટર રવિન્દ્ર ખતાલે દ્વારા કલોલ તાલુકાના દંતાલી ગામની મુલાકાત લઈ, ગ્રામ પંચાયતની સામાન્ય દફતર તપાસણી હાથ ધરવામાં આવી હતી. 

તેમણે પંચાયત રેકોર્ડ, મહેસૂલી ચોપડા, વિવિધ રજિસ્ટરો અને નાગરિક સેવાઓ સંબંધિત કામગીરીની સમીક્ષા કરી અને રેકોર્ડ નિભાવણી વધુ સુગમ અને વ્યવસ્થિત બનાવવા અંગે કલેક્ટરશ્રીએ સંબંધિત ગ્રામ પંચાયતના અધિકારીઓ અને કર્મચારીઓને જરૂરી દિશાનિર્દેશો પૂરા પાડ્યા હતા.

Related posts

Leave a Comment