ડાંગ જિલ્લામાં નોંધાયેલો વરસાદ

હિન્દ ન્યુઝ, ડાંગ 

    ડાંગ જિલ્લા કન્ટ્રોલ રૂમ (રાહત પોર્ટલ) દ્વારા તારીખ ૩૦/૦૭/૨૦૨૬ ના રોજ નોંધાયેલા વરસાદ અંગેના મળેલા સત્તાવાર આંકડા મુજબ જિલ્લામાં નોંધાયેલ વરસાદની વિગતો નીચે મુજબ છે:  

જે મુજબ આહવા તાલુકામાં છેલ્લા ૨૪ કલાકમાં ૩૫ મીમી, સુબીરમાં ૨૪ મીમી, અને વઘઈ તાલુકામાં ૧૯ મીમી મળી, જિલ્લામાં સરેરાશ ૨૬ મીમી વરસાદ નોંધાયો છે.

જ્યારે મોસમનો કુલ વરસાદની વાત કરીએ તો વઘઈ તાલુકામાં ૧,૯૯૬ મીમી, આહવા તાલુકામાં ૧,૭૩૯ મીમી, અને સુબીર તાલુકામાં ૧,૫૧૯ મીમી મળી, જિલ્લાનો કુલ સરેરાશ વરસાદ: ૧,૭૫૧.૩૩ મીમી નોંધાઈ ચૂક્યો છે.

ઉલ્લેખનીય છે કે, મોડી રાત્રે ૦૨:૦૦ થી ૦૬:૦૦ વાગ્યાના સમયગાળા દરમિયાન જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં નોંધાયા પામ્યા હતા.


ડાંગ જિલ્લામાં સવારે ૬:૦૦ થી ૮:૦૦ વાગ્યા દરમિયાન નોંધાયેલ વરસાદી આંકડા

સ્ટેટ એમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC), ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદી આંકડા અનુસાર, આજે તારીખ ૩૧ જુલાઈ, ૨૦૨૬ ના રોજ સવારે ૦૬:૦૦ થી ૦૮:૦૦ વાગ્યા સુધીના ૨ કલાકના સમયગાળા દરમિયાન ડાંગ જિલ્લાના વિવિધ તાલુકાઓમાં નોંધાયેલ વરસાદની વિગતો જોઈએ તો સુબી૨ તાલુકામાં ૧૧ મીમી, આહવા ૭ મીમી, અને વઘઈ તાલુકામાં ૩ મીમી વરસાદ નોંધાયો છે.

Related posts

Leave a Comment