મધ્ય વિદર્ભ અને દક્ષિણ મધ્યપ્રદેશ પર ડિપ્રેશન સક્રિય

આગામી ૨૪ કલાકમાં પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ દિશામાં આગળ વધવાની શક્યતા

હિન્દ ન્યુઝ, ડાંગ

   હવામાન વિભાગના રાષ્ટ્રીય બુલેટિન (નંબર : ૨૫) મુજબ, પૂર્વ વિદર્ભ અને પશ્ચિમ-મધ્ય છત્તીસગઢ પર સર્જાયેલું ડિપ્રેશન (હવાનું હળવું દબાણ) છેલ્લા ૬ કલાક દરમિયાન ૧૫ કિમી પ્રતિ કલાકની ઝડપે પશ્ચિમ દિશા તરફ આગળ વધ્યું છે.

આજે, ૩૧ જુલાઈ ૨૦૨૬ના રોજ સવારે ૦૫:૩૦ વાગ્યે આ ડિપ્રેશન મધ્ય વિદર્ભ અને તેને અડીને આવેલા દક્ષિણ મધ્યપ્રદેશ પર કેન્દ્રિત થયું છે. (હાલનું સ્થાન અક્ષાંશ ૨૦.૯° ઉત્તર અને રેખાંશ ૭૮.૬° પૂર્વ પાસે).

મુખ્ય શહેરોથી અંતર જોઈએ તો તે વર્ધા (મહારાષ્ટ્ર) થી આશરે ૩૦ કિમી ઉત્તરે, નાગપુર (મહારાષ્ટ્ર) થી ૬૦ કિમી પશ્ચિમ-દક્ષિણપશ્ચિમે,

અમરાવતી (મહારાષ્ટ્ર)થી ૯૦ કિમી પૂર્વે, બેતુલ (મધ્યપ્રદેશ) થી ૧૩૦ કિમી દક્ષિણ-દક્ષિણપૂર્વે, અને અકોલા (મહારાષ્ટ્ર) થી ૧૬૦ કિમી પૂર્વે સ્થિત થયું છે. 

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી ૨૪ કલાક દરમિયાન આ સિસ્ટમ વિદર્ભ અને દક્ષિણ મધ્યપ્રદેશના વિસ્તારોમાં પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ દિશા તરફ આગળ વધે તેવી પ્રબળ શક્યતા છે.

Related posts

Leave a Comment