હિન્દ ન્યુઝ, સુરત
તાપી જિલ્લામાં ભારે વરસાદી પરિસ્થિતિને પગલે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નાગરિકોની સુરક્ષા માટે તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે; ઉચ્છલ મામલતદાર દ્વારા નાગરિકોને વરસાદી પરિસ્થિતિ અંગે જાગૃત કરી સલામત સ્થળે સ્થળાંતર થવા અનુરોધ કરવામાં આવ્યો.
વહીવટી તંત્રની સમજાવટને પગલે ગવાણ ગામના 19 અને કાટા ફળિયા ઉચ્છલના 12 લોકોને તકેદારીના ભાગરૂપે સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યા.
‘રેડ એલર્ટ’ ની આગાહીને પગલે વહીવટી તંત્ર દ્વારા સમગ્ર પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને નાગરિકોને સતર્ક રહેવા તથા જરૂરી સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.
