હિન્દ ન્યુઝ, ગાંધીનગર
જિલ્લા કલેક્ટર રવિન્દ્ર ખતાલેના અધ્યક્ષ સ્થાને આજે ગાંધીનગર જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી (SPCA) ની સામાન્ય સભા તથા કારોબારી સમિતિની બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં ગાંધીનગર જિલ્લામાં મૂંગા પશુ-પક્ષીઓના કલ્યાણ અને જીવદયા સંબંધિત કામગીરીને વધુ સુદ્રઢ બનાવવાના આશયથી પ્રાણીઓ પ્રત્યેના અત્યાચાર અટકાવવા માટે ગ્લુ ટ્રેપના ઉપયોગ પર પ્રતિબંધ, જિલ્લામાં ચાલતી પેટ શોપનું ફરજિયાત રજિસ્ટ્રેશન, શ્વાન નિયંત્રણ અને રસીકરણ માટેનું Animal Birth Control પ્રોગ્રામ તેમજ સોસાયટીના સભ્યોને સત્તાવાર આઈ-કાર્ડ ઇસ્યુ કરવા જેવા અગત્યના વિષયો પર વિસ્તૃત સમીક્ષા હાથ ધરવામાં આવી હતી.
કલેક્ટરએ આ તમામ બાબતો પર સત્વરે અને અસરકારક અમલીકરણ કરવા માટે સંબંધિત વિભાગીય અધિકારીઓને જરૂરી દિશાનિર્દેશો પૂરા પાડ્યા હતા.
