વાસણ વિદ્યામંદિર ખાતે પ્રકૃતિ પ્રત્યેની જાગૃતિ અને પર્યાવરણ જતન અર્થે આયોજિત પ્રકૃતિ પૂજન કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, ગાંધીનગર

    ગાંધીનગર શહેર નજીક આવેલા વાસણ ગામની વાસણ વિદ્યામંદિર ખાતે પ્રકૃતિ પ્રત્યેની જાગૃતિ અને પર્યાવરણ જતન અર્થે આયોજિત પ્રકૃતિ પૂજન કાર્યક્રમમાં ગાંધીનગર જિલ્લા કલેક્ટરશ્રી રવિન્દ્ર ખતાલે અને ગાંધીનગર વિધાનસભા (ઉત્તર) ના ધારાસભ્ય શ્રી રીટાબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા. 

આ સમારોહ દરમિયાન વિદ્યાર્થીઓએ 151 જેટલા છોડનું નારાયણ ઉપનિષદનું પારાયણ કરીને વિધિવત પૂજન કર્યું હતું. 

આ પૂજિત રોપાઓને વિદ્યાર્થીઓ શાળા, પોતાના ઘરના આંગણે, ખેતરમાં કે ગામમાં વાવશે અને 100 દિવસ સુધી તેની સામે બેસીને નારાયણ ઉપનિષદ બોલવા સાથે જલાભિષેક કરીને તેનું જતન કરશે.

Related posts

Leave a Comment