ઉનાળાની ઋતુ દરમિયાન ગરમીથી બચવા આટલી બાબતોનું ધ્યાન રાખીએ

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર

    ઉનાળાની ઋતુ દરમિયાન વધારે ગરમીના સમયે ગરમીથી બચવા માટે આટલી બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે.

ગરમીથી બચવા માટે તરસ ન લાગે તો પણ પૂરતું પાણી પીવું જોઈએ, શરીરને હાઈડ્રેટ રાખવા માટે ઓ.આર.એસ., લસ્સી, તોરાની (ચોખાનું પાણી), લીંબુ પાણી, છાશ, નાળિયેરનું પાણી વગેરે જેવા ઘરે બનાવેલા પીણાંનું સેવન કરવું જોઈએ, બની શકે તેટલું ઘરની અંદર રહેવું, હળવા, હળવા રંગના, ઢીલા, તથા સુતરાઉ કપડાં પહેરવા, જો બહાર હોવ તો કાપડ, ટોપી અથવા છત્રીનો ઉપયોગ કરવો, આંખોને બચાવવા માટે સનગ્લાસનો ઉપયોગ કરવો અને ત્વચાને બચાવવા માટે સનસ્ક્રીનનો ઉપયોગ કરવો જોઈએ. આ ઉપરાંત પ્રાથમિક સારવારની તાલીમ લેવી જોઈએ તથા વૃદ્ધો, બાળકો, બીમાર અથવા વધુ વજનવાળા લોકો માટે વિશેષ કાળજી લેવી જોઈએ.

આ ઉપરાંત ગરમીથી બચવા માટે તડકામાં બહાર જવાનું ટાળવુ જોઈએ એમાં પણ ખાસ કરીને બપોરે ૧૨-૦૦ થી ૦૩-૦૦ કલાક દરમિયાન ખુલ્લા પગે બહાર ન જવુ જોઈએ, પીક અવર્સ દરમિયાન રસોઈ બનાવવાનું ટાળવું તથા રસોઈ વિસ્તારમાં પૂરતા પ્રમાણમાં હવાની અવરજવર માટે દરવાજા અને બારીઓ ખુલ્લી રાખવી જોઈએ. આલ્કોહોલ, ચા, કોફી અને કાર્બોરેટેડ સોફ્ટ ડ્રિક્સ પીવાનું ટાળવું જોઈએ કારણ કે તેનાથી શરીર ડીહાઈડ્રેટ થાય છે. આ સિવાય ઉચ્ચ પ્રોટીન, મીઠું, મસાલેદાર, તેલયુક્ત ખોરાક, તથા વાસી ખોરાક ન ખાવો જોઈએ. પાર્ક કરેલા વાહનોમાં બાળકો અથવા પાલતુ પ્રાણીઓને એકલા ન છોડવા તેમજ અગ્નિથી પ્રકાશિત બલ્બનો ઉપયોગ અને બિનજરૂરી ગરમી પેદા કરતા ઉપકરણોનો ઉપયોગ ના કરવો જોઈએ.

Related posts

Leave a Comment