જનરલ ઓબ્ઝર્વર ડૉ. સતીષ કુમાર એસ. અને ખર્ચ નિરીક્ષક સુમિત ગજભીયેએ કેવડી ખાતે SST ટીમની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કર્યું

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર

    લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત છોટાઉદેપુર જિલ્લામાં ત્રીજા તબક્કામાં તા. ૭ મી મે ના રોજ મતદાન થનાર છે. લોકસભા સામાન્ય ચૂંટણી મુક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજાય તે માટે જિલ્લામાં જનરલ ઓબ્ઝર્વર ડૉ. સતીષ કુમાર એસ. અને ખર્ચ ઓબ્ઝર્વર સુમિત ગજભીયેની નિમણૂંક કરવામાં આવી છે.

જનરલ ઓબ્ઝર્વર ડૉ. સતીષ કુમાર એસ. અને ખર્ચ ઓબ્ઝર્વર સુમિત ગજભીયે એ ૧૩૭-છોટાઉદેપુર વિધાનસભા મતદાર વિભાગના કેવડી ફોરેસ્ટ ચેકપોસ્ટ ખાતે કાર્યરત એસ.એસ.ટી. ટીમની મુલાકાત લઈને કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું, તેમજ જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

આ મુલાકાત સમયે જનરલ ઓબ્ઝર્વર અને ખર્ચ ઓબ્ઝર્વર સાથે સંબંધિત અધિકારી-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

Leave a Comment