મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકામાં ધરોઈ એડવેન્ચર ફેસ્ટ’નું ઉદ્ઘાટન કરવામાં આવશે

હિન્દ ન્યુઝ, મહેસાણા

      મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકામાં આવેલા પ્રસિદ્ધ ધરોઈ ડેમ ખાતે દેશના સૌથી લાંબા તેમજ રાજ્યના પ્રથમ એવા ‘ધરોઈ એડવેન્ચર ફેસ્ટ’નું તા. ૨૩ મે, ૨૦૨૫ના રોજ સવારે ૯:૩૦ કલાકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવશે.

    ગુજરાત પ્રવાસન વિભાગ અને એડવેન્ચર ટૂર ઓપરેટર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા-ATOAI દ્વારા ધરોઈ ખાતે સૌપ્રથમવાર આયોજિત આ ‘એડ્વેન્ચર ફેસ્ટ’ માં જમીન, પાણી અને આકાશમાં રોમાંચક અનુભવો સાથેની ૧૦ થી વધુ એક્ટિવિટીઝ, રહેવા માટે અતિઆધુનિક સુવિધાઓયુક્ત AC ટેન્ટ સહિત સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. 

Related posts

Leave a Comment