ઉમરાળા તાલુકાનાં પરવાળા ગામે વિદ્યાર્થીઓ દ્વારા મતદાન જાગૃતિ અભિયાન

હિન્દ ન્યુઝ, ભાવનગર 

લોકસભા ચૂંટણી આવી છે તે સંદર્ભે ઉમરાળા તાલુકાનાં પરવાળા ગામે વિદ્યાર્થીઓ દ્વારા મતદાન જાગૃતિ અભિયાન યોજાયું. શિક્ષકોનાં માર્ગદર્શન સાથે બાળકો દ્વારા શેરી નાટક રજુ કરવામાં આવેલ હતું.

ઉમરાળા તાલુકાનાં પરવાળા ગામે પ્રાથમિક શાળા દ્વારા મતદાન જાગૃતિ માટે સુંદર આયોજન થયું છે. લોકસભા ચૂંટણી આવી છે તે સંદર્ભે થયેલાં વિવિધ જાગૃતિ આયોજનોમાં શિક્ષકોનાં માર્ગદર્શન સાથે આ બાળકો દ્વારા કાર્યક્રમો અપાયાં છે.

ચૂંટણી કામગીરીમાં નિરીક્ષક રહેલાં શિક્ષક જગદીશભાઈ બોરિચા સાથે રાયમલભાઈ ગોહિલ તથા રમેશભાઈ પ્રજાપતિ દ્વારા આયોજન માર્ગદર્શન સાથે ગામમાં શેરી નાટક વડે મતદાન ફરજ વિશે સંદેશો આપવામાં આવેલ છે.

 

 

Related posts

Leave a Comment