ભાવનગર જિલ્લાની દરેક વિધાનસભા દીઠ એક એક આદર્શ મતદાન મથક સહિત જિલ્લામાં કુલ-૦૭ જેટલાં આદર્શ મતદાન મથકો કાર્યરત થશે

હિન્દ ન્યુઝ, ભાવનગર 

આગામી તા.૭મી,મે ના રોજ ભાવનગર જિલ્લામાં મહત્તમ મતદાન થાય તેમજ મતદારો મતદાન કરવા પ્રોત્સાહિત થાય તે હેતુસર જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેકટરશ્રી આર.કે.મહેતાના માર્ગદર્શન હેઠળ ભાવનગર સંસદીય મતવિસ્તારમાં ભાવનગર જિલ્લાની દરેક વિધાનસભા દીઠ એક એક આદર્શ મતદાન મથક સહિત જિલ્લામાં કુલ-૦૭ જેટલાં આદર્શ મતદાન મથકો કાર્યરત થશે.

જેમાં ૯૯-મહુવા વિધાનસભા મતક્ષેત્ર માટે ૧૪૮-મહુવા-૫૨ નંબરનું બુથ BCA કોલેજ, રૂમ નં.૨, નેહરુ વસાહતની બાજુમાં, ૧૦૦-તળાજા

વિધાનસભા મતક્ષેત્ર માટે ૧૭૧-માંડવા બુથ,નવી પ્રાથમિક શાળા રૂમ નં.૩, ૧૦૧-ગારીયાધાર વિધાનસભા મતક્ષેત્ર માટે ૯૭-ગારીયાધાર-૦૭ નંબરનું,નવી પ્રાથમિક શાળા, વાવ પ્લોટ,પશ્ચિમ તરફ રૂમ, ૧૦૨-પાલીતાણા વિધાનસભા મતક્ષેત્ર માટે ૨૫૭-પાલીતાણા-૦૧,પ્રાથમિક શાળા, ગણેશનગર, રૂમ નં.૨,૧૦૩- ભાવનગર ગ્રામ્ય માટે ૩૧-ભંડારીયા-૦૫, શ્રી કેન્દ્રાવત્રી (બોય્ઝ) શાળા, ૧૦૪-ભાવનગર પૂર્વ માટે ૧૫૬-ભાવનગર-૧૩૩,કે.આર.દોશી કોલેજ, રૂમ નંબર-૦૩, વૃધ્ધાશ્રમ ટી.વી. કેન્દ્ર રોડ,ઘોઘા સર્કલ,ભાવનગર અને ૧૦૫-ભાવનગર પશ્ચિમ માટે હોમ અંગ્રેજી શાળા, ધોરણ-૦૬નો રૂમ, હરભાઈ ત્રિવેદી માર્ગ, ભાવનગર ખાતે આદર્શ મતદાન મથક કાર્યરત કરવામાં આવશે. આ મતદાન મથકો સુશોભિત અને નમુનારૂપ હશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ભાવનગર જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા મહત્તમ મતદાન થાય તે માટે વિવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે ત્યારે આદર્શ મતદાન કેન્દ્રો મતદાતાઓ માટે એક નવલું નજરાણું પણ બની રહેશે.

 

 

 

 

 

Related posts

Leave a Comment