સાંસદ મિતેષભાઈ પટેલની ઉપસ્થિતિમાં વાસદ ખાતે સીટી સર્વેનો માર્ગદર્શન કેમ્પ યોજાયો

હિન્દ ન્યુઝ, આણંદ             આણંદ જિલ્લાના જનસામાન્યને તેમના પ્રશ્નોનું ગામમાં જ નિરાકરણ મળી રહે તે માટે સાંસદ મિતેષભાઈ પટેલની સીટી સર્વે સુપ્રિન્ટેન્ડેન્ટની કચેરી, આણંદને કરવામાં આવેલી રજુઆત થકી વાસદ ગ્રામ પંચાયત ખાતે સીટી સર્વે માર્ગદર્શન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રાપ્ત માહિતી મુજબ આણંદના વાસદમાં વર્ષ 2001-02માં સિટીસર્વે સર્વેયર દ્વારા ક્ષતિપૂર્ણ સર્વે થયો હતો.જને કારણે નાગરિકોની મિલકતોના માલિકી હકોમાં મોટા ફેરફારો નોંધાયા હતા.વખતો વખત આ પ્રશ્નો અને ક્ષતિઓના નિરાકરણ માટે છેલ્લા બે દાયકાથી નાગરિકો પીડાતા હતા. ગાંઠના ખર્ચે સરકારી કચેરીઓના ઘક્કે ચઢી ધન અને સમયનો…

Read More

“મનપાની ત્રણેય ઝોન કચેરીમાં ૨૪ કલાક ટીમો ખડેપગે”  – ઈ.ચા. મ્યુનિ. કમિશનર અનીલ ધામેલિયા

બિપરજોય વાવાઝોડું હિન્દ ન્યુઝ, રાજકોટ                   બિપરજોય વાવાઝોડાની વર્તમાન પરિસ્થિતિમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અગમચેતીરૂપે સાવચેતીના વિવિધ પગલાં લેવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત ઈ.ચા. મ્યુનિ. કમિશનર અનિલ ધામેલિયાએ તા. ૧૪ અને તા. ૧૫ જુન દરમ્યાન રાજકોટ મહાનગરપાલિકાની ત્રણેય ઝોન કચેરીઓ અને તમામ વોર્ડ ઓફિસો ૨૪ કલાક ચાલુ રાખવા તથા સંબંધિત અધિકારીઓ / કર્મચારીઓને ફરજ સોંપવા હુકમ કરેલ છે. દરમ્યાન આજે સાંજે  અનિલ ધામેલિયાના અધ્યક્ષ સ્થાને મળેલી બેઠકમાં વિવિધ કામગીરી જેવી કે લોકોનું સ્થળાંતર, હોર્ડિંગ / બેનરો ઉતારવા, આશ્રયસ્થાનો અને સ્કૂલો ખાતે સ્થળાંતરિત…

Read More

સુરતના શિક્ષક રક્તદાતા શ્રીધરભાઈ ૨૦૬ વાર સિંગલ ડોનર પ્લેટલેટ્સ, આઠ વાર પ્લાઝમા અને ૨૫ વખત રક્તદાન કરી સમાજ માટે બન્યા પ્રેરણાસ્ત્રોત

હિન્દ ન્યુઝ, સુરત કાર્લ લેન્ડસ્ટેઇનરના સન્માનમાં તા.૧૪મી જૂને વિશ્વ રક્તદાતા દિવસની ઉજવણી થઈ હતી. આ વર્ષની વિશ્વ રક્તદાન દિવસની થીમ ‘ગીવ બ્લડ, ગીવ પ્લાઝ્મા, શેર લાઈફ, શેર ઓફન’ છે, ત્યારે સુરતના આવા જ એક શિક્ષક રક્તદાતા શ્રીધરભાઈ કોન્ટ્રાક્ટર સમાજ માટે પ્રેરણા સ્ત્રોત બન્યા છે. રક્તદાતા શ્રીધરભાઈએ જણાવ્યું કે, ૨૦૦૫માં પિતાને એક સાથે આઠ યુનિટ જરૂર પડતા રક્તનું સાચું મૂલ્ય જાણવા મળ્યું, ત્યાર પછી સુરતની વિવિધ બ્લડ બેન્કમાં અને રક્તદાન કેમ્પમાં અત્યાર સુધી ૨૦૬ વાર સિંગલ ડોનર પ્લેટલેટ્સ, આઠ વાર પ્લાઝમા અને ૨૫ વખત રક્તદાન કર્યું છે. સિંગલ ડોનર પ્લેટલેટ્સ એ…

Read More

બિપરજોય વાવાઝોડા સંદર્ભે ફાયર એન્ડ ઇમરજન્સી શાખા દ્વારા કરવામાં આવેલ કામગીરી

હિન્દ ન્યુઝ, રાજકોટ         બિપરજોય વાવાઝોડા સંદર્ભે રાજકોટ મહાનગર પાલિકા ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીઝ દ્વારા રાજકોટ શહેર વિસ્તારમાં તા.૧૪/૦૬/૨૦૨૩નાં રોજ ૧૫૦ ફુટ રીંગ રોડ પુનિતનગરથી ગોંડલ ચોકડી વચ્ચે વિશ્વકર્મા સોસાયટી શેરી નં.૫મા આવેલ ધર્મેશભાઇ કાનગડનો ૫૦ X ૩૦નો પતરાનો શેડ સંજયભાઇ ગોંસાઇના મકાનની RCC  દિવાલ પર ભારે પવનના કારણે ઉડીને બાજુના શેડ તથા મકાન પર પડતા ચીફ ફાયર ઓફીસરશ્રી અને ડે.ચીફ ફાયર ઓફીસર તથા મવડી ફાયર સ્ટેશનની ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી આશરે ૧૫ થી ૨૦ ફુટ ઉપરના ભાગે પાઇપીંગમા પતરા ફીટ કરેલ સળંગ લાંબો શેડ આશરે ૧ કલાકની મહેનત બાદ પતરા…

Read More

વાવાઝોડાની સંભવિત અસર સામે પૂર્વ તૈયારીની ચકાસણી માટે કેન્દ્રીય રાજયમંત્રી ડૉ.મહેન્દ્રભાઈ મુંજપરાએ ગીર સોમનાથ વહીવટી તંત્ર સાથે મિટિંગ યોજી

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ            વાવાઝોડાની સંભવિત અસર સામેની પૂર્વ તૈયારીની ચકાસણી માટે જિલ્લા સેવા સદન ખાતે કેન્દ્રીય રાજયમંત્રી ડૉ.મહેન્દ્રભાઈ મુંજપરાએ ગીર સોમનાથ વહીવટી તંત્ર સાથે મિટિંગ યોજી આગોતરા આયોજન તેમજ ભયજનક સ્થિતીની પળોમાં વ્યવસ્થા અને લોકસમસ્યાઓના નિરાકરણ વિશે શીર્ષ અધિકારીઓને વિવિધ મુદ્દાઓ પર સૂચન આપી માર્ગદર્શિત કર્યા હતાં. સૌ પ્રથમ જિલ્લા કલેક્ટર એચ.કે.વઢવાણિયાએ મંત્રીશ્રીને જિલ્લાની પ્રાથમિક માહિતી આપી કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા વહીવટીતંત્રના વિવિધ વિભાગોની તૈયારીઓ વિશે અવગત કર્યા હતાં. જે પછી મંત્રીશ્રીએ વેરાવળ, કોડીનાર, ઉના, સુત્રાપાડા તેમજ ગીરગઢડાના નીચાણવાળા વિસ્તારો તેમજ દરિયાઈ વિસ્તારો પર…

Read More