“બિપરજોય” વાવાઝોડાની શક્યતાને ધ્યાને રાખી ભાવનગરના દરિયાકાંઠાના ચાર તાલુકાઓમાં બે દિવસ શિક્ષણકાર્ય બંધ રહેશે

હિન્દ ન્યુઝ, ભાવનગર અરબી સમુદ્રમાં આગળ વધી રહેલા બિપરજોય વાવાઝોડાના કારણે ભાવનગર જિલ્લાના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ અસર થાય તેવી શક્યતા છે. આ શક્યતાને ધ્યાને લઇ પ્રભારી મંત્રી ભાનુબેન બાબરીયાના અધ્યક્ષસ્થાને તા.૧૨/૦૬/૨૦૨૩ ના રોજ ભાવનગરમાં કલેક્ટર કચેરી ખાતે સમીક્ષા બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં જિલ્લાના વિદ્યાર્થીઓની સલામતોને ધ્યાને લઇ અપાયેલ સુચના મુજબ તા.૧૪-૦૬-૨૦૨૩ અને તા.૧૫-૦૬-૨૦૨૩ ના રોજ શિક્ષણ કાર્ય બંધ રાખવા સૂચના આપવામાં આવી હતી. જેથી ભાવનગર જિલ્લાના દરીયાકાંઠાના તાલુકાઓ મહુવા, તળાજા,ભાવનગર ગ્રામ્ય, ધોધામાં આવેલી પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં તા.૧૪/૦૬/૨૦૨૩ અને તા.૧૫/૦૬/૨૦૩ના રોજ શિક્ષણ કાર્ય બંધ રાખવા અંગે અધિક જિલ્લા…

Read More

મહીસાગર જિલ્લા વિકાસ અધિકારી ચંદ્રકાંત પટેલની ઉપસ્થિતિમાં નસિકપુર પ્રાથમિક શાળા ખાતે શાળા પ્રવેશોત્સવની ઉજવણી

હિન્દ ન્યુઝ, મહીસાગર સમગ્ર ગુજરાતમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ – ૨૦૨૩ કાર્યક્રમ ઉજવાઈ રહ્યો છે ત્યારે મહીસાગર જિલ્લા વિકાસ અધકારી ચંદ્રકાંત પટેલના વરદ હસ્તે નસિરપુર પ્રાથમિક શાળા ખાતેથી ઉજવણી કરવામાં આવી શાળાના બાળકોને કુમકુમ તિલક કરી ભેટ સોગાદો સાથે બાળકોને શાળામાં આવકાર્યા હતા. બાળકોના કલરવથી શાળા સંકુલ ગુંજી ઉઠ્યો હતો.   આ પ્રસંગે જિલ્લા વિકાસ અધકારી ચંદ્રકાંત પટેલ એ જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન અને આપણા ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૦૩માં પ્રારંભિક શિક્ષણને વેગ આપવા માટે સમગ્ર રાજ્યમાં શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો જેનો મુખ્ય આશય…

Read More

મહીસાગર જિલ્લા કલેક્ટર ભાવિન પંડ્યા રોયણીયા પ્રાથમિક શાળા અને રાઠડાબેટ પ્રાથમિક શાળા ખાતેથી ભૂલકાઓને શાળા પ્રવેશ કરાવ્યો

હિન્દ ન્યુઝ, મહીસાગર       કન્યાકેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-૨૦૨૩નો શુભારંભ થયો છે. આ શ્રેણીમાં મહીસાગર જિલ્લા કલેક્ટર ભાવિન પંડ્યા કડાણા તાલુકાના રોયણીયા પ્રાથમિક શાળા અને રાઠડાબેટ પ્રાથમિક શાળા ખાતેથી ભૂલકાઓને શાળા પ્રવેશ કરાવ્યો હતો.     શાળા પ્રવેશોત્સવ-૨૦૨૩ના શુભારંભ પ્રસંગે કલેક્ટર ભાવિન પંડ્યાએ ભૂલકાઓને પ્રોત્સાહિત કરતા જણાવ્યું હતું કે, શાળા પ્રવશોત્સવ થકી નાના બાળકોને પ્રવેશ આપી તિલક કરી પુસ્તક આપી તેની જિંદગીને યાદગાર બનાવવાનો પ્રયાસ છે અને એક પણ બાળક શિક્ષણથી વંચિત ન રહી જાય તેની તકેદારી રાજ્ય સરકાર લઈ રહી છે. વધુમાં કલેકટર જે બાળકોએ આજે પ્રવેશ મેળવ્યો…

Read More