“બિપરજોય” વાવાઝોડાની શક્યતાને ધ્યાને રાખી ભાવનગરના દરિયાકાંઠાના ચાર તાલુકાઓમાં બે દિવસ શિક્ષણકાર્ય બંધ રહેશે

હિન્દ ન્યુઝ, ભાવનગર

અરબી સમુદ્રમાં આગળ વધી રહેલા બિપરજોય વાવાઝોડાના કારણે ભાવનગર જિલ્લાના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ અસર થાય તેવી શક્યતા છે. આ શક્યતાને ધ્યાને લઇ પ્રભારી મંત્રી ભાનુબેન બાબરીયાના અધ્યક્ષસ્થાને તા.૧૨/૦૬/૨૦૨૩ ના રોજ ભાવનગરમાં કલેક્ટર કચેરી ખાતે સમીક્ષા બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં જિલ્લાના વિદ્યાર્થીઓની સલામતોને ધ્યાને લઇ અપાયેલ સુચના મુજબ તા.૧૪-૦૬-૨૦૨૩ અને તા.૧૫-૦૬-૨૦૨૩ ના રોજ શિક્ષણ કાર્ય બંધ રાખવા સૂચના આપવામાં આવી હતી.

જેથી ભાવનગર જિલ્લાના દરીયાકાંઠાના તાલુકાઓ મહુવા, તળાજા,ભાવનગર ગ્રામ્ય, ધોધામાં આવેલી પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં તા.૧૪/૦૬/૨૦૨૩ અને તા.૧૫/૦૬/૨૦૩ના રોજ શિક્ષણ કાર્ય બંધ રાખવા અંગે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા સૂચના અપાઈ છે.

ભાવનગર બ્યુરો ચીફ : ડો. હકીમ ઝવેરી

Related posts

Leave a Comment