મહીસાગર જિલ્લા વિકાસ અધિકારી ચંદ્રકાંત પટેલની ઉપસ્થિતિમાં નસિકપુર પ્રાથમિક શાળા ખાતે શાળા પ્રવેશોત્સવની ઉજવણી

હિન્દ ન્યુઝ, મહીસાગર

સમગ્ર ગુજરાતમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ – ૨૦૨૩ કાર્યક્રમ ઉજવાઈ રહ્યો છે ત્યારે મહીસાગર જિલ્લા વિકાસ અધકારી ચંદ્રકાંત પટેલના વરદ હસ્તે નસિરપુર પ્રાથમિક શાળા ખાતેથી ઉજવણી કરવામાં આવી

શાળાના બાળકોને કુમકુમ તિલક કરી ભેટ સોગાદો સાથે બાળકોને શાળામાં આવકાર્યા હતા. બાળકોના કલરવથી શાળા સંકુલ ગુંજી ઉઠ્યો હતો.

 

આ પ્રસંગે જિલ્લા વિકાસ અધકારી ચંદ્રકાંત પટેલ એ જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન અને આપણા ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૦૩માં પ્રારંભિક શિક્ષણને વેગ આપવા માટે સમગ્ર રાજ્યમાં શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો જેનો મુખ્ય આશય શાળામાં ૧૦૦ ટકા નામાંકન થાય તેવો હતો. આ યજ્ઞને આ વર્ષ ૨૦ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. ત્યારે ‘‘ઉજવણી ઉજ્જવળ ભવિષ્ય’’ની સંલગ્ન સાથે શાળા પ્રવેશોત્સવ-૨૦૨૩ની ઠેર ઠેર ઉજવણી થઈ રહી છે. ડ્રોપ આઉટ રેશિયો પણ ઘટ્યો છે. સાથે સાથે શિક્ષણની ગુણવત્તા પણ વધી છે, જે સૌના સહિયારા પ્રયાસોનું પરિણામ છે. આજના દિવસે સ્કૂલમાં જ નહીં પરંતુ ગામમાં પણ ઉજવણીનો માહોલ હોય એવુ જણાઈ રહ્યું છે. શિક્ષણ થકી જ દેશ પ્રગતિ માર્ગે તેજ ગતિથી આગળ વધી શકે છે. દીકરા-દીકરીને સમાન ધોરણે શિક્ષણ મળવુ જોઈએ. શિક્ષણ વિના જીવન જીવવું મુશ્કેલ બને છે.

વધુમાં જિલ્લા વિકાસ અધિકારી એ જણાવ્યું કે ,સમાજમાં પરિવર્તન લાવવા માટે શિક્ષકો મહત્વની ભૂમિકા ભજવે છે. બાળકો દેશનું ભવિષ્ય હોવાથી શિક્ષકોએ બાળકો સમજી શકે તે રીતે શિક્ષણ આપવુ જોઈએ અને સાથે બાળકોની નિયમિત હાજરી ઉપર પણ વિશેષ ધ્યાન આપવુ જરૂરી છે.

શાળાનાં વિદ્યાર્થીઓએ ઉપસ્થિત મહેમાનો સમક્ષ વિવિધ વિષયો પર સુંદર વક્તવ્ય રજૂ કર્યા હતા. શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓ પ્રોત્સાહિત ઇનામો આપવામાં આવ્યા હતા. શાળાના પ્રાંગણમાં જિલ્લા વિકાસ અધકારીનાં હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ શાળાની મુલાકાત લઈ SMC સાથે બેઠક યોજાઈ હતી.

નસિકપુર પ્રાથમિક શાળામાં આંગણવાડીમાં ૦૩ બાળક, બાલવાટિકામાં ૧૦ બાળક અને ધો.૧ માં ૦૩ બાળકનું નામાંકન કરવામાં આવ્યું હતું. આ ઉજવણીમાં તાલુકા શિક્ષણ અધિકારી, એસ એમ સી અધ્યક્ષ , શાળાના શિક્ષકો-આચાર્યા, ગ્રામજનો, વાલીઓ અને શાળાના બાળકો ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર : દિનેશ ચમાર, મહીસાગર

Related posts

Leave a Comment