મહીસાગર જિલ્લા કલેક્ટર ભાવિન પંડ્યા રોયણીયા પ્રાથમિક શાળા અને રાઠડાબેટ પ્રાથમિક શાળા ખાતેથી ભૂલકાઓને શાળા પ્રવેશ કરાવ્યો

હિન્દ ન્યુઝ, મહીસાગર 

     કન્યાકેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-૨૦૨૩નો શુભારંભ થયો છે. આ શ્રેણીમાં મહીસાગર જિલ્લા કલેક્ટર ભાવિન પંડ્યા કડાણા તાલુકાના રોયણીયા પ્રાથમિક શાળા અને રાઠડાબેટ પ્રાથમિક શાળા ખાતેથી ભૂલકાઓને શાળા પ્રવેશ કરાવ્યો હતો.

    શાળા પ્રવેશોત્સવ-૨૦૨૩ના શુભારંભ પ્રસંગે કલેક્ટર ભાવિન પંડ્યાએ ભૂલકાઓને પ્રોત્સાહિત કરતા જણાવ્યું હતું કે, શાળા પ્રવશોત્સવ થકી નાના બાળકોને પ્રવેશ આપી તિલક કરી પુસ્તક આપી તેની જિંદગીને યાદગાર બનાવવાનો પ્રયાસ છે અને એક પણ બાળક શિક્ષણથી વંચિત ન રહી જાય તેની તકેદારી રાજ્ય સરકાર લઈ રહી છે.

વધુમાં કલેકટર જે બાળકોએ આજે પ્રવેશ મેળવ્યો તે બાળકોને જીવનમાં ભણી ગણી ખૂબ આગળ વધે અને માં બાપનું અને ગામનું નામ રોશન કરે તેવી શુભકામનાઓ આપી.

રિપોર્ટર : દિનેશ ચમાર, મહીસાગર

 

Related posts

Leave a Comment