જૂનાગઢ ના કેશોદ માં SP દ્વારા વહેલી સવાર થી ચેકીંગ કરી રખડતા લોકો ના બોલાવ્યા મોર

કેશોદ,

જૂનાગઢ જિલ્લા ના કેશોદ માં આજરોજ SP સૌરભ સિંઘ દ્વારા સરપ્રાઈઝ ચેકીંગ કરવામાં આવેલ હતું. જેમાં રોડ પર થી નીકળતા બિન જરૂરી લોકો ના વાહનો સામે સખ્તાઈ થી કાર્યવાહી કરવામાં આવેલ હતા. તેમના દ્વારા જુદા જુદા રોડ હાઇવે પર કડક ચેકીંગ કરી બિન જરૂરી રખડતા ઈસમો સામે કાર્યવાહી કરવા નિર્દેશ અપાયો હતો.
લોક ડાઉન -2બાદ વેપારી ઓ ને થોડી છુટ છાટ આપવામાં આવેલ જેમાં પબ્લિક નો એક દમ ધસારો વધતા વ્યવસ્થા ખોળવાઈ હતી. ત્યારે ફરી તમામ દુકાનો સજ્જડ બંધ કરવાની ફરજ પડી હતી. જેને લઈ આજરોજ કેશોદ માં તમામ રોડ પર SP દ્વારા ચેકીંગ કરવામાં આવેલ અને ખોટા ફરતા ઈસમો સામે સખ્તાઈ થી કાર્યવાહી કરવામાં આવી હતી.

રિપોર્ટર : જગદીશ યાદવ, જૂનાગઢ

Related posts

Leave a Comment