ભાવનગર ખાતે ભગવાન જગ્નાથજીની ૩૮ મી રથયાત્રા અનુસંધાને પોલીસ ની લોખંડી સુરક્ષા વ્યવસ્થા

હિન્દ ન્યુઝ, ભાવનગર       ભાવનગર માં નીકળતા ભગવાન જગ્નાથજીની ૩૮ મી રથયાત્રા અનુસંધાને પોલીસ ની લોખંડી સુરક્ષા વ્યવસ્થા ગોઠવાશે જેમાં ડી.વાય.એસ.પી. ૧૫, પોલીસ ઇન્સ્પેક્ટર ૪૪, પોલીસ સબ ઇન્સ્પેકર ૧૪૪, પોલીસ જવાનો ૨૦૦૦+, હોમગાર્ડ જવાનો ૧૫૦૦+, બી.એસ.એફ : ૩ ટીમ, ઘોડે સવાર : ૩૨, એસ.આર.પી : ૪૩, સેકશન જવાનો ૫૦૦+, સરકારી ડ્રોન : ૩, એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ ઓન ડ્યુટી : ૧૨, ફાયબ્રિગેડ : ૪ ટીમ, એમ્બ્યુલન્સ : ૪ટીમ, વોચ ટાવર : ૧૨, બાઇક પેટ્રોલિંગ : ૧૫, મોટર કાર પેટ્રોલિંગ: ૩૮, અધિકારીઓ સાથેના વિડિયો ગ્રાફર ૨૪ જોડાશે. રિપોર્ટર : અક્ષય પરમાર, ભાવનગર

Read More

અમદાવાદના પંડિત દિનદયાળ ઉપાધ્યાય ઓડિટોરિયમમાં ગીતા પરિવાર દ્વારા ગીતા મૈત્રી મિલન કાર્યક્રમ યોજાયો

ગીતા શીખો, શીખવો, અને જીવનમાં ઉતારો હિન્દ ન્યુઝ, અમદાવાદ       આ કાર્યક્રમના સ્નેહીલ માર્ગદર્શક તરીકે ગીતા પરિવારના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ડૉ. આશુજી ગોયલ હતા. ગીતા પરિવારના ડૉ.આશુજી ગોયલ દ્વારા નિ:શુલ્ક ઓનલાઇન ગીતા શીખવવાનું એક મહા અભિયાન ચલાવવામાં આવી રહેલ છે. કોરોના કાળથી શરૂ થયેલા ઓનલાઈન ગીતા શીખો અભિયાનમાં ધીમે ધીમે કરીને આજ સુધી કુલ ૧૬૦ દેશના અંદાજે છ લાખથી વધુ લોકો જોડાઇ ચુક્યા છે.       પંડિત દિનદયાળ ઉપાધ્યાય ઓડિટોરિયમમાં મૈત્રી મિલન કાર્યક્રમમાં અંદાજે 1200 થી વધુ પ્રબુધ્ધ શ્રોતાઓની ઉપસ્થિત સાથે સમગ્ર હોલ ખીચો ખીચ ભરાયેલ જોવા મળ્યો. કાર્યક્રમને…

Read More

સુરત ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસને અનુલક્ષીને કેન્દ્રીય રેલવે રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશના અધ્યક્ષસ્થાને ‘સાંસદ યોગ સ્પર્ધા’ યોજાઈ

હિન્દ ન્યુઝ, સુરત સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સંયુક્ત ઉપક્રમે જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી-સુરત દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસને અનુલક્ષીને શહેરના ઈન્ડોર સ્ટેડિયમ ખાતે કેન્દ્રીય રેલવે અને ટેક્ષટાઈલ રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશના અધ્યક્ષસ્થાને ‘સાંસદ યોગ સ્પર્ધા’ યોજાઈ હતી. જેમાં સુરતની શાળાઓના ૧ હજારથી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જેમાં બાળકો ઉપરાંત ત્રણ કેટેગરીમાં ૧૯થી ૩૫ વયજૂથના યુવા ભાઈઓ-બહેનો, ૩૫ થી ૬૦ વયજૂથના અને સિનિયર સિટીઝનોએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં આંતરરાષ્ટ્રીય લેવલની યોગ પ્લેયર અને રબર ગર્લ તરીકે વિખ્યાત દિવ્યાંગ દીકરી અન્વી ઝાંઝરૂકીયા આ કાર્યક્રમમાં સ્પર્ધકો…

Read More

જિલ્લા રોડ સેફટી કાઉન્સીલની બેઠક ઈ.કલેકટર બી.કે.વસાવાના અધ્યક્ષસ્થાને યોજાઈ

હિન્દ ન્યુઝ, સુરત સુરત જિલ્લામાં માર્ગ અકસ્માતોની સંખ્યામાં ઘટાડો થાય તેવા આશયથી જિલ્લા રોડ સેફટી કાઉન્સીલની બેઠક ઈ.કલેકટર બી.કે.વસાવાના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. બેઠકમાં કામરેજ ચાર રસ્તા પર થતા ખાનગી વાહનચાલકો માટે પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ થાય તે માટે સુડાના અધિકારીઓને કાર્યવાહીનો રિપોર્ટ કરવા જણાવ્યું હતું. આ ઉપરાંત નગરપાલિકાઓમાં રખડતા ઢોરને પાંજરે પુરવા બાબતે ચીફ ઓફિસરોને જણાવ્યું હતું. શાળાઓમાં માર્ગ સલામતીના જનજાગૃતિ કાર્યક્રમો કરવા ઉપરાંત જિલ્લાના રસ્તાઓમાં રોડ સેફટી બાબતે જરૂરી સમારકામ, ઝીબ્રા ક્રોસિંગ, વોટરલોકીંગ, સ્પીડબ્રેકર બાબતે એન.એચ.એ.આઈ.ના અધિકારીઓને જરૂરી સુચનાઓ આપી હતી. હાઈવે પર મોટા વાહનચાલકોએ લેન ડ્રાઈવિંગનું ફરજીયાતપણે પાલન કરાવવા…

Read More

સાંસદ યોગ સ્પર્ધામાં એક થી ત્રણ ક્રમના વિજેતાઓને મેડલ અને પ્રશસ્તિપત્ર એનાયત

હિન્દ ન્યુઝ, સુરત  ઇન્ડોર સ્ટેડિયમમાં આયોજિત સાંસદ યોગ સ્પર્ધામાં ૨૯૦ ભાઈઓ અને ૫૭૬ બહેનો મળી કુલ ૮૬૬ ખેલાડીઓએ ભાગ લીધો હતો, એ ગ્રુપમાં ૯ થી ૧૯ વર્ષ, ગ્રુપ-બી ૨૦ થી ૩૫ વર્ષ, ગ્રુપ-સી ૩૬ થી ૬૦ અને ગ્રુપ-ડી માં ૬૦ વર્ષથી વધુ વય એમ ૪ એઈજ ગ્રુપમાં સ્પર્ધા યોજાઈ હતી. જેમાં બહેનોમાં ગ્રુપ એ માં પ્રથમ ક્રમે જીયા દેસાઇ, દ્વિતિય હિતિષા ગોટી અને તૃતીય બ્રિન્દા વઘાસિયા, ગ્રુપ બી માં પ્રથમ મિતાલી શિંઘોડાવાલા, દ્વિતિય કયાડા દેવાંગી અને તૃતીય ધ્રુવી નાકરાણી, ગ્રુપ સી માં પ્રથમ સુતારીયા રાધિકા, દ્વિતિય પારૂલ ભંડારી અને તૃતીય…

Read More

આહવા ખાતે “તમાકુ મુક્ત બસ ડેપો” ની પ્રતિબદ્ધતા વ્યક્ત કરાઇ

હિન્દ ન્યુઝ, ડાંગ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહારની જાહેર સેવા રાજ્યના પ્રજાજનો માટે ખૂબ જ કિફાયતી, ઉપયોગી, અને સલામત સાબિત થઈ છે ત્યારે, એસ.ટી.ડેપોના ડ્રાયવરો, કંન્ડક્ટરો તેમજ તમામ સ્ટાફ્ને તમાકુ નિયંત્રણ ધારો COTPA-2003 (સિગારેટ એન્ડ અધર ટોબકો પ્રોડોક્ટ એકટ)થી અવગત કરાવવાનો એક કાર્યક્રમ આહવા ખાતે યોજાઈ ગયો. ડેપો મેનેજર કિશોરભાઇ.એ.પરમાર તેમજ ડાંગ જિલ્લા પંચાયતની આરોગ્ય શાખાના NTCPSW શ્રીમતી રસીલા સી. ચૌધરીની ઉપસ્થિતિમાં યોજાયેલા આ જનજાગૃતિ કાર્યક્રમમાં ડિસ્ટ્રીકટ ટાસ્ક ફોર્સની કલમ-4 (જાહેર સ્થળોએ ધુમ્રપાન કરવા પર પ્રતિબંધ) અને તેના ઉલ્લંઘન બદલ ડેપો મેનેજર, ડ્રાયવરો, તેમજ ટીકીટ કલેક્ટર પણ કસુરવારોને રૂ.૨૦૦ સુધીનો…

Read More

ડાંગ જિલ્લા કલેક્ટર મહેશ પટેલના વડપણ હેઠળ જિલ્લા પ્રશાસનની સંવેદના ઉજાગર થઈ

હિન્દ ન્યુઝ, ડાંગ આદિજાતિ વસતીનું પ્રભુત્વ ધરાવતા ડાંગ જિલ્લામાં સેવાકાર્ય કરતી સેવાભાવી સંસ્થાઓની જિલ્લાના દરેક અધિકારીઓ જાત મુલાકાત લઈ, તેમની સેવા પ્રવૃતિમાં યથાયોગ્ય સહયોગ આપે તેવી હૃદયસ્પર્શી અપીલ કરતાં ડાંગ કલેક્ટર મહેશ પટેલે સરકારી ફરજની સાથે સાથે આંગળી ચિંધ્યાનું પુણ્ય કમાવાની મળેલી તક ઝડપી લેવાની હિમાયત કરી હતી. ડાંગ જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં જિલ્લા અધિકારીઓ સાથે મુક્ત મને ચર્ચા કરતાં કલેક્ટરએ સરકારી અમલદારો પણ માનવિય અભિગમ સાથે કાર્ય કરી, સેવા સંસ્થાઓને સહયોગ પૂરો પાડી શકે છે તેમ જણાવ્યુ હતું. ઉલ્લેખનીય છે કે ડાંગ જિલ્લાના શિવારીમાળ ગામે કાર્યરત દિવ્યાંગ અને પ્રજ્ઞાચક્ષુ…

Read More

નર્મદા જિલ્લામાં આગીમી તા.૨૧મી જૂને થનારી વિશ્વ યોગ દિવસની ઉજવણીને લઈને પ્રાથમિક શાળાના બાળકો દ્વારા ગામડાઓમાં યોગ જાગૃતિ રેલી યોજાઈ

હિન્દ ન્યુઝ, નર્મદા નર્મદા જિલ્લામાં આગામી તા.૨૧મી જૂન ૨૦૨૩ના રોજ તાલુકા, જિલ્લા, નગર પાલિકા સહિત વિવિધ સ્તર પર ૯ મા વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવનાર છે. જેને અનુલક્ષીને યોગબોર્ડ, જિલ્લા પંચાયતના વિવિધ વિભાગો, માધ્યમિક અને ઉ.માધ્યમિક શાળાઓ, ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ, કોલેજો દ્વારા જિલ્લાના નાગરિકો-વિદ્યાર્થીઓને યોગની તાલીમ આપવા સાથે ગામડાઓમાં રેલી, આરોગ્ય વિભાગ દ્વારા સી.એચ.સી/પી.એચ.સી સેન્ટરો પર ઓ.પી.ડીના સમયે યોગનું મહત્વ સમજાવવામાં આવી રહ્યું છે. નર્મદા જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા શાળાના બાળકો થકી ગામે ગામ રેલી યોજી યોગનો પ્રચાર પસાર કરવામાં આવી રહ્યો છે. વિશ્વ યોગ દિવસની ઉજવણીના કાર્યક્રમમાં…

Read More

સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ દેડિયાપાડા ખાતે સૂર્યનમસ્કાર કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, નર્મદા નર્મદા જિલ્લામાં આગામી તા.૨૧મી જૂન ૨૦૨૩ના રોજ વિવિધ સ્તર પર ૯ મા વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવનાર છે. જેને અનુલક્ષીને જિલ્લામાં હાલ સ્વૈચ્છિક તેમજ શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ ડેડીયાપાડા દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે ‘એક પૃથ્વી, એક સ્વાસ્થ્યની’ વિભાવના સાકાર કરવાના શુભ આશય સાથે કોલેજના આચાર્યા શ્રીમતી ડો. અનિલાબેન પટેલની અધ્યક્ષતામાં એન.એસ.એસ અંતર્ગત સામૂહિક સૂર્યનમસ્કાર કાર્યક્રમ યોજાયો હતો. જેના કો-ઓર્ડીનેટર સંજય પરમાર અને યોગ વિશેષજ્ઞ ગણેશ વસાવાએ વિદ્યાર્થીઓને સૂર્યનમસ્કાર કરાવ્યા હતા. તેમજ તેઓએ સૂર્ય નમસ્કાર…

Read More

ઈ.કલેક્ટર બી.કે. વસાવાના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ, સુરત સુરત જિલ્લાના ઈ.કલેક્ટર બી.કે. વસાવાના અધ્યક્ષસ્થાને જિલ્લા કલેકટર કચેરીના સભાખંડમાં જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની મળેલી બેઠકમાં પદાધિકારીઓએ પોતાના વિસ્તારના જનહિતલક્ષી પ્રશ્નો રજૂ કર્યા હતા. જે સંદર્ભે કલેકટરએ રજુ થયેલા પ્રશ્નોના નિરાકરણ માટે સંબધિત અધિકારીઓને જરૂરી કાર્યવાહી કરવા જણાવ્યું હતું. બેઠકમાં ધારાસભ્ય મનુભાઈ પટેલે ઉધના વિસ્તારમાં ટેક્ષટાઈલ એકમોમાં કામ કરતા કારીગરો પાસેથી નાણાંની લૂંટ અને અન્ય ગુનાઓ બાબતે મારૂતિ ઈન્ડસ્ટ્રીયલ પાસે નવી પોલીસ ચોકી ઉભી કરવાની રજૂઆત સંદર્ભે કલેકટરએ પોલીસ વિભાગને જરૂરી કાર્યવાહી કરવાની સૂચના આપી હતી. જ્યારે ભેસ્તાન વિસ્તારમાં નવી નિર્માણ પામનાર પોલીસ ચોકીનું બાંધકામ પોલીસ…

Read More