હિન્દ ન્યુઝ, નર્મદા
નર્મદા જિલ્લામાં આગામી તા.૨૧મી જૂન ૨૦૨૩ના રોજ વિવિધ સ્તર પર ૯ મા વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવનાર છે. જેને અનુલક્ષીને જિલ્લામાં હાલ સ્વૈચ્છિક તેમજ શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ ડેડીયાપાડા દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે ‘એક પૃથ્વી, એક સ્વાસ્થ્યની’ વિભાવના સાકાર કરવાના શુભ આશય સાથે કોલેજના આચાર્યા શ્રીમતી ડો. અનિલાબેન પટેલની અધ્યક્ષતામાં એન.એસ.એસ અંતર્ગત સામૂહિક સૂર્યનમસ્કાર કાર્યક્રમ યોજાયો હતો. જેના કો-ઓર્ડીનેટર સંજય પરમાર અને યોગ વિશેષજ્ઞ ગણેશ વસાવાએ વિદ્યાર્થીઓને સૂર્યનમસ્કાર કરાવ્યા હતા. તેમજ તેઓએ સૂર્ય નમસ્કાર કરવાના આપણા જીવનમાં થતા ફાયદા અને તેનું મહત્વ પણ સમજાવ્યું હતું. યોગને જીવનનો એક ભાગ બનાવાથી તે કેવી રીતે ઉપયોગી સાબિત થાય છે તેની પણ વિસ્તૃતમાં માહિતી પુરી પાડી હતી. આ કાર્યક્રમમાં કોલેજના વિદ્યાર્થીઓ તેમજ શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સ્ટાફ, એન.એસ.એસ.ના પ્રોગ્રામ ઓફિસરે હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.