થાઈલેન્ડના બેંગકોંકથી શરૂ થઈ ભારત આવેલી ચોથી મેકોંગ-ગંગા ધમ્મયાત્રાના પ્રતિનિધિ ગાંધીનગર આવ્યા

હિન્દ ન્યુઝ, ગાંધીનગર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની થાઈલેન્ડના બેંગકોંકથી શરૂ થઈ ભારત આવેલી ચોથી મેકોંગ-ગંગા ધમ્મયાત્રાના પ્રતિનિધિ મંડળે ગાંધીનગરમાં મુલાકાત લીધી. ગુજરાતમાં બૌદ્ધ મૂર્ત અને અમૂર્ત વારસાના સંરક્ષણ-સંવર્ધન અને વિકાસ તેમજ ગુજરાતના બુદ્ધિસ્ટ સર્કિટના સ્થાનોના વૈશ્વિક પ્રચાર-પ્રસાર માટે પરસ્પર સહયોગ માટે ગુજરાત પ્રવાસન નિગમ અને બોધગયા વિજાલય-980 સંસ્થા વચ્ચે MoU કરવામાં આવ્યા.

Read More

સુરતના કલાકારોનું કળાકૌશલ્ય સાથે રાજ્યકક્ષાએ તેજસ્વી પ્રદર્શન

હિન્દ ન્યુઝ, સુરત       રાજ્યકક્ષાના યુવા ઉત્સવ સ્પર્ધામાં સુરત જિલ્લાના યુવાઓએ પોતાની કલાની પ્રતિભાથી પ્રેરણારૂપ પ્રદર્શન કર્યું છે. છેલ્લા પાંચ દાયકાથી યોજાતી આ પ્રતિષ્ઠિત સ્પર્ધામાં વર્ષ ૨૦૨૪ માટે સુરતના ૧૫ કલાકારોએ વિજય થઈને સુરત જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. રાજકોટ ખાતે આયોજિત રાજ્યકક્ષાના યુવા ઉત્સવમાં વિવિધ ૧૫ કૃતિઓમાં સુરતના કલાકારોએ પ્રથમ, દ્વિતીય અને તૃતિય ક્રમ પર સ્થાન મેળવી પોતાના વિસ્તારમાં મહત્ત્વનું યોગદાન આપ્યું હતું.

Read More

સુરત જિલ્લામાં આગામી મકરસંક્રાંતિના પર્વ સંદર્ભે નિમિત્તે સુરત જિલ્લામાં સુરક્ષાના જરૂરી પ્રતિબંધો

હિન્દ ન્યુઝ, સુરત        આગામી મકરસંક્રાંતિના તહેવારને ધ્યાને લઈ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ વિજય રબારીએ સુરત જિલ્લામાં મકરસંક્રાંતિ નિમિત્તે તા.૧૬/૦૧/૨૦૨૫ સુધી જરૂરી પ્રતિબંધો ફરમાવ્યા છે. જે અનુસાર ગ્રામ્ય વિસ્તારમાં કોઇપણ વ્યકિત/સંસ્થા કે કંપની “સ્કાય લેન્ટર્ન”(ચાઇનીઝ તુક્કલ) તથા તુકકલ/પતંગ ઉડાડવાના નાયલોન અથવા સિન્થેટીક માંઝા, સિન્થેટીક પદાર્થથી કોટીંગ કરેલ હોય અને નોન-બાયોડીગ્રેબલ હોય તેવી દોરીનું ઉત્પાદન, સંગ્રહ, વેચાણ કે વપરાશ કરી શકશે નહી. “સ્કાય લેન્ટર્ન”(ચાઇનીઝ તુક્કલ) ઉડાડી શકાશે નહી કે અન્ય કોઇપણ રીતે ઉપયોગ કરી શકશે નહી તથા ચાઇનીઝ માંઝા/પ્લાસ્ટીક દોરીનો પતંગ/ તુક્કલ ઉડાડવા માટે ઉપયોગ કરી શકશે નહિ.

Read More

૧૩ ડિસેમ્બરે હળવદ ખાતે ઔદ્યોગિક ભરતીમેળો યોજાશે

હિન્દ ન્યુઝ, મોરબી  ખાનગી ક્ષેત્રે નોકરી મેળવવા ઇચ્છુક ઉમેદવારો જોગ રોજગાર વિનિમય કચેરી-મોરબી દ્વારા તા.૧૩-૧૦-૨૦૨૪ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે, પ્રા.વસંતરાય ઉપાધ્યાય આઈ.ટી.આઈ, સરા રોડ, હળવદ, ખાતે ઔદ્યોગિક ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભરતીમેળામાં મોરબી જિલ્લાના ખાનગી ક્ષેત્રના વિવિધ નોકરીદાતાઓ ઉપસ્થિત રહીને વિનામુલ્યે પસંદગીની કાર્યવાહી કરશે. ખાનગી ક્ષેત્રે નોકરી મેળવવા ઇચ્છુક, નોનમેટ્રીક / એસએસસી / એચએસસી / આઇટીઆઇ / સ્નાતક વગેરેની લાયકાત ધરાવતા તથા ૧૮ થી ૩૫ વર્ષની ઉંમર ધરાવતા ઉમેદવારોએ તેમના તમામ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ, બાયોડાટા વગેરે સાથે સ્વખર્ચે ભરતીના સ્થળે, નિયત…

Read More

બિરસા મુંડાની ૧૫૦મી જન્મ જયંતિની ઉજવણી-૨૦૨૪

હિન્દ ન્યુઝ, બનાસકાંઠા       શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડીંડોરના અધ્યક્ષસ્થાને અંબાજી ખાતે “આદિજાતિ જન ઉત્કર્ષ મહોત્સવ-૨૦૨૪”નો સમાપન કાર્યક્રમ યોજાયો વડાપ્રધાનએ આદિવાસી સમાજને માન, મોભો અને સન્માન અપાવ્યું છે – મંત્રી કુબેરભાઈ ડીંડોર કેન્દ્ર અને રાજ્ય સરકારે આદિવાસી સમાજની અસ્મિતાને ઉજાગર કરવાનું કામ કર્યું, જન જાતિય ગૌરવ દિવસ અંતર્ગત આદિજાતિ નાયકોને મળ્યું સન્માન સરકારની યોજનાઓ થકી આજે આદિવાસી સમાજ મુખ્ય ધારામાં આવ્યો, આદિવાસી સમાજ માટે શિક્ષણ ક્ષેત્રે અનેક યોજનાઓ કાર્યરત

Read More

જસદણમાં બાંગ્લાદેશમા હિન્દુઓ પરના અત્યાચાર વિરુદ્ધમાં રેલી યોજાઇ

હિન્દ ન્યુઝ, જસદણ               છેલ્લા ઘણા સમયથી બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચાર થઈ રહ્યા છે તેના વિરોધમા હિન્દુ એકતા મંચ અને સમસ્ત હિન્દુ સમાજ જસદણ દ્વારા શહેરના ડી.એસ.વી.કે. હાઇસ્કૂલથી હિન્દુ સમાજ દ્વારા રેલી યોજી.           શહેરના મુખ્ય માર્ગો પર બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા હત્યાચાર બંધ કરોના નારા સાથે રેલી નીકળી તાલુકા સેવા સદન ખાતે આવેદન પત્ર આપી બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચાર બંધ કરવા રજૂઆત કરેલ. આ તકે હિન્દુ એકતા મંચના કાર્યકરો, સામાજિક અને રાજકીય આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થીત રહ્યા હતા. …

Read More

ડાંગ જિલ્લાના આહવા ખાતે જિલ્લા કક્ષાનો ૪૮ મું ‘બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન’ યોજાયું

હિન્દ ન્યુઝ, ડાંગ ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરીષદ, ગાંધીનગર. જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન વઘઇ, જિલ્લા પંચાયત શિક્ષમ સમિતિ, આહવા. જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી અને સરકારી માધ્યમિક અને ઉચ્ચ્ત્તર માધ્યમિક શાળા આહવાના સંયુક્ત ઉપક્રમે આહવા ખાતે આજરોજ ડાંગ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી નિર્મળાબેન ગાઇનના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાનો ૪૮ મું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન ખુલ્લું મુકવામાં આવ્યું હતું. જે તારીખ ૯ થી ૧૧ ડિસેમ્બર સુધી ચાલુ રહેશે. ભારત દેશ આજે ટેક્નોલોજી ક્ષેત્રે દુનિયામાં નામ રોશન કરી રહ્યો છે. સ્વદેશી ડિઝાઇન ધરાવતું તેજસ જેટ ફાઇટર વિમાન જે ભારતમાં જ તૈયાર થયેલ છે.…

Read More

ઉમરગામમાં તાલુકા કક્ષાના રવિ કૃષિ મહોત્સવમાં ૧૬૦૦ લીટર જીવામૃતનું નિઃશૂલ્ક વિતરણ કરાયુ

હિન્દ ન્યુઝ, વલસાડ વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના અંકલાસ ગામમાં જંગલ મોડલ ફાર્મ આધારિત પ્રાકૃતિક ખેતી કરતા હસમુખભાઈ ભંડારી દ્વારા પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા માટે અથાગ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ખેડૂતો રાસાયણિક ખાતરથી થતી ઝેરયુક્ત ખેતી છોડી ઝેરમુક્ત પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે ખેડૂતોને વખતોવખત નિઃશૂલ્ક જીવામૃતનુ વિતરણ કરી રહ્યા છે. ઉમરગામના ધોડીપાડા ખાતે સાંસ્કૃતિક ભવનની બાજુના મેદાન પર યોજાયેલા રવિ કૃષિ મહોત્સવમાં પ્રથમ દિવસે ૮૦૦ લીટર અને બીજા દિવસે પણ ૮૦૦ લીટર જીવામૃતનું નિઃશૂલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. જેનો પ્રથમ દિવસે ૪૦૦ ખેડૂતો અને બીજા દિવસે ૩૫૦ ખેડૂતોએ…

Read More

સુરત જિલ્લા ઓલપાડ તાલુકાના કરંજ ગામે ખેડૂતોએ પ્રાકૃતિક કૃષિના મોડલ ફાર્મની મુલાકાત લીધી

હિન્દ ન્યુઝ, સુરત રાજ્યના ખેડૂતોને રવિ સીઝનમાં રવિ પાકો અંગે આધુનિક કૃષિ તાંત્રિકતા અંગે માર્ગદર્શન મળે તેમજ ખેડૂતલક્ષી વિવિધ સહાયકારી યોજનાઓ અંગેની સમજ મળી રહે તે હેતુથી સુરત જિલ્લાના ઓલપાડ તાલુકા કક્ષામાં બે દિવસીય રવિ કૃષિ મહોત્સવ યોજાયો હતો. જેમાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે બંને દિવસો દરમિયાન ઓલપાડ તાલુકાના કરંજ ગામે મનહરભાઈ લાડના પ્રાકૃતિક કૃષિના મોડેલ ફાર્મની મુલાકાત ખેડુતોએ લીધી હતી. આ ફાર્મમાં ખેડુત મનહરભાઈ લાડે પ્રાકૃતિક ખેતી મોડેલ બનાવીને અનેકવિધ ફળફળાદિ પોતાના ખેતરમાં ઉગાડીને અન્યોને પ્રેરણા પુરી પાડી હતી. આ ઉપરાંત જીવામૃત, ધનજીવામૃત, દશપર્ણીઅર્ક, બ્રહમાસ્ત્ર જેવા દવાઓ ઘર…

Read More

મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં આંતરરાષ્ટ્રીય લાંચ – રૂશ્વત વિરોધી દિવસ યોજાયો: ગૃહમંત્રીની ઉપસ્થિતિ

હિન્દ ન્યુઝ, ગાંધીનગર  પોતાના હક્કની બહારનું વધારાનું મેળવવાના શોર્ટકટ શોધનારા નૈતિકતા ગુમાવી ભ્રષ્ટ – આચારથી ભ્રષ્ટાચારને પોષે છે  આવું વાતાવરણ તોડવા મજબૂતી અને મક્કમતા નિર્ધાર થી ભ્રષ્ટાચાર સામેની લડાઈ વધુ તે જ બનાવીએ  ટીમવર્કથી અને ક્યાંય કોઈ ખચકાટ વિના કરપ્શન સામેની લડાઈ લડવામાં પાછા ના પડશો. રાજ્ય સરકાર તમારી પડખે રહેશે – ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવી  લાંચ રૂશ્વત એટલે માત્ર એક શબ્દ નહીં, પરંતુ તે આપણાં સમાજમાં વિકાસના માર્ગ ઉપર રહેલું એક મોટું અવરોધ છે  સમાજના ગરીબ અને સામાન્ય વર્ગના નાગરિકોને ન્યાય અપાવવાનું…

Read More