મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયા મોરબીના પ્રવાસે

હિન્દ ન્યુઝ, મોરબી     મોરબી જિલ્લા પ્રભારી અને શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયા આવતીકાલે તારીખ ૧૨/૧૨/૨૦૨૪ ના રોજ મોરબી જિલ્લાના પ્રવાસે છે. સંસદીય બાબતો, પ્રાથમિક, માધ્યમિક અને પ્રોઢ શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ રાજ્યમંત્રી અને મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયા આવતીકાલ ૧૨ ડિસેમ્બરના રોજ સાંજે ૦૫:૦૦ કલાકે મોરબી કલેક્ટર ઓફિસ ખાતે જિલ્લાની સંકલન સમિતિની બેઠકમાં ઉપસ્થિત રહેશે. સંકલનની સમિતિ બેઠક અન્વયે મંત્રી મોરબી જિલ્લાના વિકાસકાર્યો અને સ્થાનિક પ્રશ્નોની સમીક્ષા કરશે.

Read More

સુરતનું ગવિયર તળાવ વિદેશી પક્ષીઓનું સ્વર્ગ

હિન્દ ન્યુઝ, સુરત      ગવિયર તળાવમાં લાંબી સફર ખેડીને બે હજાર જેટલા વિદેશી યાયાવર પક્ષીઓ વસી રહ્યા છે સુરતમાં દરિયાકિનારો અને તાપી કાંઠો હોવાથી ‘ધ બર્ડ સેન્ચુરી’ માટે સ્થાનિક વિસ્તારમાં શ્રેષ્ઠ પોટેન્શિયલ ગવિયર તળાવમાં ગત વર્ષમાં ૧૭૦થી વધુ વિવિધ પ્રજાતિઓના વિદેશી પક્ષીઓ જોવા મળ્યા પક્ષીઓને રાંધેલો ખોરાક આપીને આપણે તેમના જીવને જોખમમાં મૂકીએ છીએ: પક્ષી નિષ્ણાત પ્રિતેશ પટેલ પક્ષી, પ્રકૃતિ અને પર્યટનનો સમન્વય એટલે ગવિયર તળાવ

Read More

પી.પી. સવાણી પરિવાર દ્વારા પિતાવિહોણી ૧૧૧ દીકરીઓના ૧૪-૧૫ ડિસેમ્બરે યોજાશે ભવ્ય ‘પિયરીયું’ સમૂહલગ્ન

હિન્દ ન્યુઝ, સુરત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિત મંત્રીઓ, મહાનુભાવો રહેશે ઉપસ્થિત ‘એક પેડ મા કે નામ’ અભિયાન હેઠળ ૫૦,૦૦૦ મહેમાનોને અર્પણ કરાશે તુલસી છોડ: ‘પર્યાવરણ અને અંગદાન જાગૃતિ’ના પ્લેકાર્ડ સાથે સમાજને પ્રેરિત કરાશે મહેશભાઈ સવાણી ૫૨૭૪ દીકરીઓના પાલક પિતા બન્યા: માત્ર લગ્ન જ નહીં, પારિવારિક જવાબદારીનું કરે છે વહન લગ્ન સમારોહને ગોલ્ડન બુક ઓફ રેકોર્ડમાં મળશે સ્થાન: ગોલ્ડન બુકની ટીમ રહેશે હાજર

Read More

‘મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના’ નો શુભારંભ

હિન્દ ન્યુઝ, રાજકોટ      સમગ્ર ભારતમાં સૌપ્રથમ ગુજરાતમાં સરકારી અને ગ્રાન્ટેડ શાળામાં ભણતા વિદ્યાર્થીઓને મધ્યાહન ભોજન ઉપરાંત પૌષ્ટિક નાસ્તો પણ મળી રહે તે અર્થે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં આજથી ‘મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના’ નો શુભારંભ કરવામાં આવ્યો છે, ત્યારે રાજકોટ જિલ્લામાં કલેકટર  પ્રભવ જોશીના હસ્તે બાળકોને પૌષ્ટિક નાસ્તો પીરસીને આ યોજનાના શ્રીગણેશ કરવામાં આવ્યા છે.       માધાપર પ્રાથમિક શાળા ખાતે ઉપસ્થિત રહી કલેકટર પ્રભવ જોશીએ જણાવ્યું હતું કે, આ યોજના અન્વયે રાજકોટ જિલ્લામાં ૮૭૫ કેન્દ્રો ખાતે નાસ્તો તૈયાર કરી બાળકોને પીરસવામાં આવશે. જેનો આશરે ૧ લાખ ૩૦…

Read More

નવી દિલ્હી ખાતે આયોજિત દ્વિ-દિવસીય ઇન્ડિયા મેરિટાઇમ હેરિટેજ કોન્ક્લેવ-2024ના ઉદઘાટન

હિન્દ ન્યુઝ, ન્યુ દિલ્હી      મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડના અધ્યક્ષસ્થાને ભારત સરકારના પોર્ટ્સ, શિપિંગ અને વોટરવેઝ મંત્રાલય દ્વારા નવી દિલ્હી ખાતે આયોજિત દ્વિ-દિવસીય ઇન્ડિયા મેરિટાઇમ હેરિટેજ કોન્ક્લેવ-2024ના ઉદઘાટન સત્રમાં સહભાગી થયા.  વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ મેરિટાઈમ હેરિટેજના પુન:શક્તિ સંચાર માટે આપેલા પોર્ટ લેડ ઈકોનોમીના મંત્રને ગુજરાતે પોર્ટ લેડ ડેવલપમેન્ટથી સાકાર કર્યો છે : મુખ્યમંત્રી

Read More

રાજકોટ કલેકટર કચેરી ખાતે જળસંચય જન ભાગીદારી અભિયાનની બેઠક યોજાઇ

હિન્દ ન્યુઝ, રાજકોટ     જિલ્લા કલેકટર પ્રભવ જોશીના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી ખાતે જળસંચય જન ભાગીદારી અભિયાનની બેઠક યોજાઇ હતી. આ બેઠકમા જુદી જુદી સંસ્થાઓના અગ્રણીઓ તેમજ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. લાંબા સમયગાળા માટેના જળ વ્યવસ્થાપનના સુચારુ આયોજનના ભાગરૂપે વરસાદી પાણીનો સંગ્રહ વધારવા તેમજ ભૂગર્ભ જળસ્તરમાં વધારો કરવા જન જનની ભાગીદારીથી જળ સુરક્ષિત ભવિષ્યને સુનિશ્ચિત કરવા નાગરિકો, સ્થાનિક સંસ્થાઓ, ઉદ્યોગો સહિત તમામ વર્ગને જોડી સંગઠિત કરી જિલ્લામાં જળસંચય જન ભાગીદારી અભિયાન સાર્થક કરવા કલેકટરએ સંસ્થાઓના અગ્રણીઓને અનુરોધ કર્યો હતો. ફેક્ટરી, ઘર, બાગ બગીચા, બિલ્ડીંગ, શાળા કોલેજો, ધાર્મિક સ્થળો, જીઆઇડીસી વિસ્તાર…

Read More

સાવરકુંડલાના જુનાસાવર પંથકમાં 3 કરોડના ખર્ચે વિકાસ કાર્યોની વણઝાર

હિન્દ ન્યુઝ, સાવરકુંડલા        રાજકારણમાં અભી બોલા અભી ફોક જેવા રાજનેતાઓ હોય છે પણ સાવરકુંડલા લીલીયા માટે આશીર્વાદ રૂપ કાર્યના પ્રેરણા સમાન ધારાસભ્ય મળ્યા હોય તો તે છે મહેશભાઈ કસવાળા, સાવરકુંડલા લીલીયા વિધાનસભાની ચૂંટણી ટાઇમે ભાજપ દ્વારા ઉમેદવાર તરીકે નામાંકન થયેલા મહેશ કસવાળા પ્રત્યે અનેક વાતો વિરોધી જૂથો દ્વારા ઉડાડવામાં આવેલ કે અમદાવાદના છે ને ચૂંટણી લડવા આવ્યા છે, ત્યારે એકમાત્ર મહેશ કસવાળાએ કહ્યું કે, હું લડવા માટે નહીં પણ તમારા વિકાસનો પર્યાય બનવા આવ્યો છું. અને ચૂંટાઈને આવીશ તો સાવરકુંડલા લીલીયાનું ઋણ અદા કરીશ. ચૂંટાઈને આવ્યા બાદ…

Read More

રાજ્યના મામલતદાર એસોસિએશનના પ્રમુખ તરીકે વડોદરાના અશોક પરમારની વરણી

હિન્દ ન્યુઝ, વડોદરા     ગુજરાત સ્ટેટ મામલતદાર એસોસિએશનના પ્રમુખ તરીકે વડોદરાના અશોકકુમાર પરમારની બિન હરિફ વરણી કરાઇ છે.  ગત્ત રવિવારના રોજ એસોસિએશનની ગાંધીનગર ખાતે બેઠક મળી હતી. જેમાં તેમની વરણી બિનહરિફ થવા પામી છે. પરમાર આ પૂર્વે આણંદ ખાતે ફરજ બજાવતા હતા. વડોદરામાં તેમણે વિધાનસભાની ચૂંટણીમાં મામલતદાર ઇલેક્શન તરીકે પણ સંનિષ્ઠ સેવાઓ બજાવી હતી. હાલમાં તેઓ વડોદરા કલેક્ટર કચેરીમાં મામલતદાર બિનખેતી તરીકે સેવાઓ બજાવી રહ્યા છે. આ ઉપરાંત એસોસિએશનના ઉપપ્રમુખ તરીકે અલ્કેશભાઇ ભટ્ટ અને મહામંત્રી તરીકે સમીર કછોટની વરણી કરાઇ છે.

Read More

માત્ર રૂ. ૫/-ના નજીવા દરે પૌષ્ટિક ભોજન પૂરું પાડીને ગુજરાતના શ્રમયોગીઓની ક્ષુધા સંતોષતી “શ્રમિક અન્નપૂર્ણા યોજના”

હિન્દ ન્યુઝ, ગાંધીનગર શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ આગામી સમયમાં નવા ૧૦૦ ભોજન વિતરણ કેન્દ્રો શરુ કરાશે શ્રમ અને રોજગાર મંત્રી બલવંતસિંહ રાજપૂત • ગુજરાતમાં અત્યારે ૧૯ જિલ્લામાં કુલ ૨૯૦ ભોજન વિતરણ કેન્દ્રો કાર્યરત • માત્ર એપ્રિલ-૨૦૨૪ થી અત્યાર સુધીમાં જ ૭૫.૭૦ લાખથી વધુ ભોજનનું વિતરણ કરાયું • નજીવા દરે ભોજન પૂરું પાડવા રાજ્ય સરકાર પ્રતિ ભોજન ચૂકવે છે રૂ. ૩૭/-ની સબસીડી • યોજના હેઠળ અત્યાર સુધીમાં રૂ. ૧૫૦ કરોડથી વધુના ખર્ચે કુલ ૨.૯૩ કરોડથી વધુ ભોજનનું વિતરણ કરાયું

Read More