હિન્દ ન્યુઝ, તાપી આદિજાતિ વિકાસ રાજ્ય મંત્રી કુંવરજીભાઈ હળપતિએ આજરોજ સોનગઢ તાલુકાના પીપળ ગામ ખાતેથી રૂ. ૨૧ કરોડથી વધુના ખર્ચે ઉકાઈ-શેરૂલ્લા અને માંડવી-ઉકાઈ રોડના નવીનીકરણ સહિત વિવિધ સાત પ્રકલ્પોનું ખાતમૂહુર્ત કરીને સ્થાનિક ગ્રામજનો, રાહદારીઓ અને વાહનચાલકોને વિકાસની ભેટ આપી હતી. આ પ્રસંગે મંત્રી હળપતિએ જણાવ્યું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વવાળી રાજ્ય સરકારે પ્રજાકલ્યાણની ભાવના સાથે કામ કર્યું છે. વધુમાં મંત્રી હળપતિએ ઉમેર્યુ કે, પ્રજાને વધુમાં વધુ બહેતર સુવિધા પ્રદાન કરવાના ઉમદા આશય સાથે સરકારે તમામ ક્ષેત્રના વિકાસ પર વિશેષ પ્રાધાન્ય આપ્યું છે.ત્યારે તાપી જિલ્લા સહીત સમગ્ર ગુજરાતના આદિવાસી…
Read MoreDay: December 15, 2024
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું જામનગર એરપોર્ટ ખાતે આગમન થતાં મહાનુભાવોએ ઉષ્માભેર સ્વાગત કર્યું
હિન્દ ન્યુઝ, જામનગર રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું જામનગર એરપોર્ટ ખાતે આગમન થતાં મહાનુભાવો દ્વારા તેમનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીશ્રી આજે રાજકોટ જિલ્લામાં આયોજિત એક કાર્યક્રમમાં હાજરી આપી ધોરડો જવા રવાના થશે. આ દરમિયાન જામનગર એરપોર્ટ ખાતે તેઓએ ટૂંકું રોકાણ કર્યું હતું. તેઓના સ્વાગતમાં મેયર વિનોદભાઈ ખીમસુર્યા, ધારાસભ્યોસર્વ દિવ્યેશભાઈ અકબરી અને મેઘજીભાઈ ચાવડા, અગ્રણીઓ રમેશભાઇ મુંગરા, ડો. વિમલભાઈ કગથરા, કમિશ્નર ડી.એન. મોદી, જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરા,દંડક કેતનભાઈ નાખવા રેન્જ આઈજી અશોકકુમાર યાદવ, જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલું, મહામંત્રીઓ,…
Read More