દિવ્યાંગોને ઈન્દિરા ગાંધી નેશન ડેસેબીલીટી પેન્શન સ્કીમ અને સુરદાસ યોજના અંતર્ગત માસિક રૂ.૬૦૦/- સહાય

હિન્દ ન્યુઝ, બોટાદ

બોટાદ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની એક અખબારી યાદીમાં જણાવ્યા મુજબ સમાજ સુરક્ષા ખાતુ ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા રાજ્યના ૮૦ ટકાથી વધારે તીવ્ર દિવ્યાગતા ધરાવતા બી.પી.એલ ગુણાક(સ્કોર) ૦ થી ૨૦ માં નામ ધરાવતા દિવ્યાંગોને ઈન્દિરા ગાંધી નેશન ડેસેબીલીટી પેન્શન સ્કીમ અને સુરદાસ યોજના અંતર્ગત માસિક રૂ.૬૦૦/- સહાય ચુકવવામાં આવે છે. જિલ્લાના પાત્રતા ધરાવતા દિવ્યાંગોએ કચેરી સમય દરમ્યાન દિવ્યાંગતનું પ્રમાણપત્ર, આધારકાર્ડ, બીપીએલ યાદીમાં નામ ધરાવતા હોવાનો દાખલો, રેશનકાર્ડની નકલ, બેંક પાસબુકની નકલ, ઉમરનો પુરાવો અને પાસપોર્ટ સાઈઝના ફોટા સાથે રૂબરૂ બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી અને જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી, બ્લોક નં.એજી/૦૮-૦૯, જિલ્લા સેવા સદન, ખસ રોડ, બોટાદ ખાતે ટેલિફોન નં.૦૨૮૪૯-૨૭૧૩૨૩ ઉપર સંપર્ક કરવા વધુમાં જણાવાયું છે.

Related posts

Leave a Comment