હિન્દ ન્યુઝ, ગાંધીનગર
વડાપ્રધાનએ COP-26માં પર્યાવરણ રક્ષા માટે આપેલા પંચામૃત લક્ષ્ય 2070 સુધીમાં નેટ ઝિરોનો લક્ષ્યાંક પાર પાડવામાં પણ ગુજરાત લીડ લેવા સજ્જ
બિલ્ડીંગ અ કલાયમેટ- રેઝિલીયન્ટ ગુજરાત-કલાયમેટ ચેન્જ વિભાગ આયોજીત બહુવિધ કાર્યક્રમમાં મુખ્યમંત્રીની અધ્યક્ષીય ઉપસ્થિતી
કલાયમેટ ચેન્જ વિભાગના બજેટમાં ઉત્તરોતર વધારો થયો છે
રિન્યુએબલ – ગ્રીન ક્લીન એનર્જી-જળ સંરક્ષણ-ઇલેક્ટ્રિક મોબિલિટી જેવા સફળ આયામોથી ગુજરાતે કલાયમેટ ચેન્જના પડકારોને તકમાં પરિવર્તીત કર્યા
ભાવિ પેઢીને ગ્રીન-ક્લીન-એન્વાયરમેન્ટ આપવાનો સહિયારો સંકલ્પ અને પ્રતિબદ્ધતા માટે મુખ્યમંત્રીનું આહવાન
ક્લાયમેટ ચેન્જ વિભાગના યુનિસેફ, ઈ.યુ, આઇ.સી.એલ.ઈ.આઇ., IIM-અમદાવાદ, IIT-ગાંધીનગર, એમ.એસ.યુનિવર્સિટી સાથે એમ.ઓ.યુ.
ગુજરાત યુનિવર્સિટી ખાતે સેન્ટર ઓફ એક્સલન્સની સ્થાપના માટે રૂપિયા ૧ કરોડ ૫૦ લાખના અનુદાન ફાળવણીની કલાયમેટ ચેન્જ વિભાગ દ્વારા જાહેરાત
૧૨ લાભાર્થીઓને બેટરી સંચાલિત દ્વિચક્રી વાહનોનું સહાય વિતરણ
ગૌશાળા-પાંજરાપોળને બાયોગેસ પ્લાન્ટ સ્થાપવા સહાય વિતરણ
સખીમંડળોને પ્લાસ્ટિક કચરા એકત્રીકરણ માટે પ્રોત્સાહક રકમ સહાય
પાટણ રિઝિનલ સાયન્સ મ્યુઝિયમ હિંમતનગર સ્થિત જી.એમ.ઇ.આર.એસ મેડિકલ કોલેજ -ભાવનગર પોલિટેક્નિક ઇન્સ્ટિટ્યુટ કેમ્પસ ખાતે સોલાર સિસ્ટમના વર્ચયુઅલ લોકાર્પણ
