
જે આગામી ઓગષ્ટ મહિના સુધીમાં પૂર્ણ કરી કાર્યાન્વિત કરવામાં આવશે. બી.કે.3(પી-2) જુથ યોજના અંતર્ગત રાધનપુર અને સાંતલપુર તાલુકા માટે 100 લાખ લીટર, રાધનપુર શહેર માટે 50 લાખ લીટર ઉપરાંત ધરવડી હેડવર્ક્સ ખાતે 05 લાખ લીટર તથા ગોતરકા ખાતે 07.50 લાખ લીટર ક્ષમતાના ભૂગર્ભ સંપ તૈયાર કરવામાં આવી રહ્યા છે. જ્યારે ધરવડી, સાતૂન, ગોતરકા અને દૈસર હેડવર્કસ ખાતે અનુક્રમે 2.5 લાખ લીટર, 3 લાખ લીટર, 3 લાખ લીટર તથા 5 લાખ લીટરની સ્ટોરેજ ક્ષમતા ધરાવતી 20 મીટર ઉંચી ટાંકીઓ પણ તૈયાર કરવામાં આવી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, હાલ રાધનપુર તાલુકાના આ ગામોમાં પાતાળકુવા આધારિત પાણી પુરવઠો પૂરો પાડવામાં આવે છે. પરંતુ આ પાણીમાં ફ્લોરાઈડ, નાઈટ્રેટ તેમજ ટી.ડી.એસ.ના વધારે પ્રમાણના કારણે પાણી પીવાલાયક ન રહેતા તેના કાયમી ઉકેલ માટે રાજ્ય સરકાર દ્વારા નર્મદા કેનાલ આધારિત બીકે-3 પી-2 જુથ પાણી પુરવઠા યોજના મંજૂર કરવામાં આવી હતી.

જેના થકી પીવાના પાણી સમસ્યા કાયમી ધોરણે હલ થઈ જશે. હાલ રાણકપુર ખાતેના 50 એમ.એલ.ડી. ક્ષમતાના શુદ્ધિકરણ પ્લાન્ટમાં પાણી શુદ્ધ કરી પહોંચાડવામાં આવે છે. આ યોજના અંતર્ગત સાતુન ખાતે નવીન 60 એમ.એલ.ડી. ક્ષમતાનો ફિલ્ટર પ્લાન્ટ બનાવી રાધનપુર તાલુકાના ગામો તથા રાધનપુર શહેરને પીવાનું પાણી સરકારના પ્રવર્તમાન ધારાધોરણો અનુસાર નિયમિતપણે પુરૂ પાડવાનું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની આ મુલાકાત સમયે જિલ્લા સંગઠનના પ્રમુખ દશરથજી ઠાકોર, પૂર્વ ગૃહ મંત્રી રજનીભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય શંકરભાઈ ચૌધરી, પૂર્વ ધારાસભ્ય અલ્પેશભાઈ ઠાકોર, પૂર્વ ધારાસભ્ય લવિંગજી ઠાકોર, જિલ્લા સંગઠનના પ્રભારી ગોવિંદભાઈ પટેલ સહિતના પદાધિકારીઓ-હોદ્દેદારઓ, જિલ્લા કલેક્ટર સુપ્રીત સિંઘ ગુલાટી, જિલ્લા વિકાસ અધિકારી રમેશ મેરજા, પાણી પુરવઠા વિભાગના એમ.ડી. મયુરભાઈ મહેતા, મુખ્ય ઈજનેરશ્રી પ્રકાશભાઈ શાહ, અધિક્ષક ઈજનેર આર.એમ.મહેરીયા તથા કાર્યપાલક ઈજનેર એન.પી.પટેલ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.