ગીર સોમનાથ ફાયરબ્રિગેડની સમયસૂચકતા

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

      ગીર સોમનાથમાં ત્રિવેણી રોડ પર આવેલા શ્રી રામ મંદિરની બાજુના સ્થળે અગમ્ય કારણોસર આગ લાગી હતી. જેની જાણ વેરાવળ ફાયર ટીમને થતાં તાત્કાલીક ઘટનાસ્થળે જઈને સત્વરે આગ બૂઝાવી હતી અને આગને વધુ પ્રસરતા અટકાવી હતી.

            શ્રી રામમંદિરની બાજુના સ્થળે લાગેલી આગની જાણ થતાં જ ચીફ ફાયર ઓફિસર રવિરાજસિંહ ચાવડાના માર્ગદર્શનમાં ફાયરમેન વિક્રમ ખટાણાની ટીમ તાત્કાલીક સ્થળ પર પહોંચી હતી અને પાણીનો મારો ચલાવીને આગને વધુ પ્રસરતી અટકાવી તાત્કાલીક આગ પર કાબૂ મેળવ્યો હતો. જો આ આગ વધુ પ્રસરી હોત તો આજુબાજુના વિસ્તારને પણ મોટાપાયે નુકસાન કરી શકે તેમ હતી આમ ફાયરબ્રિગેડની સમયસૂચકતા અને ત્વરીત કામગીરીથી આગને વિકરાળ બનતી અટકાવી શકાય હતી. ગીર સોમનાથની ફાયરબ્રિગેડની ટીમ હંમેશા એલર્ટ મોડ પર કામ કરે છે તેનું આ ઉદાહરણ છે. ફાયરબ્રિગેડની આ ઉમદા કામગીરીથી વેરાવળની જાનમાલની મિલકતને થતું નુકસાન અટકાવી શકાયું છે.

Related posts

Leave a Comment