જામનગર જીલ્લા કલેકટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ

હિન્દ ન્યુઝ, જામનગર

    જામનગર જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને કલેક્ટર કચેરીના સભાખંડમાં જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ હતી. બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ મેયબેન ગરસર, ધારાસભ્યો હેમંતભાઈ ખવા તથા મેઘજીભાઈ ચાવડા દ્વારા રજૂ કરવામાં આવેલ લોક પ્રશ્નો અને રજૂઆતો પરત્વે સત્વરે જરૂરી કાર્યવાહી હાથ ધરવા લગત અધિકારીઓને જિલ્લા કલેક્ટર દ્વારા સૂચના અપાઈ હતી.

આ બેઠકમાં નેશનલ હાઈવે ઓથોરીટી ઓફ ઇન્ડિયા,પી.જી.વી.સી.એલ.,જી.એસ.આર.ટી.સી.,જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી,અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ, જમીન શાખા, ખાણ અને ખનીજ વિભાગ,ડી.આઈ.એલ.આર., જાહેર આરોગ્ય અને બાંધકામ વિભાગ, મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી,સિંચાઈ વિભાગને લગત પ્રશ્નો અંગેની લોકોની રજુઆતો અંગે જન પ્રતિનિધિઓએ લગત વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી.

આ બેઠકમાં જિલ્લા કલેક્ટરએ જન પ્રતિનિધિઓ દ્વારા રજૂ કરાયેલ પ્રશ્નો ધ્યાને લઈ ઉપસ્થિત લગત વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. તેમજ પ્રશ્નોનો સત્વરે નિકાલ આવે તે દિશામાં ત્વરીત કામગીરી હાથ ધરવા તાકીદ કરી લોકોની જરૂરિયાતો અને તેમના પ્રશ્નોને પ્રાથમિકતા આપી સમય મર્યાદામાં કામો પૂર્ણ કરવા અંગે સૂચનો કર્યા હતા. 

આ બેઠકમાં જીલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, જીલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલું, નિવાસી અધિક કલેકટર બી.એન.ખેર સહિત સંકલન સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

Leave a Comment