ગીર સોમનાથ જિલ્લાના નાગરિકો માટે ખાસ મતદારયાદી સુધારણા તા.૩ ડિસેમ્બરના રોજ યોજાશે

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

      સમગ્ર રાજ્યમાં મતદારયાદી સુધારણા ઝૂંબેશ ચાલી રહી છે તે અંતર્ગત ગીર સોમનાથ જિલ્લામાં તા.૦૩ ડિસેમ્બરના રોજ ખાસ મતદારયાદી સુધારણા કાર્યક્રમ યોજાવાનો છે.

 ગીર-સોમનાથ જિલ્લામાં મતદારયાદીની ખાસ સુધારણા કાર્યક્રમ અંતર્ગત જિલ્લા કલેકટર શ્રી એચ કે વઢવાણિયાએ જિલ્લાના તમામ મતદાર મથકોએ મતદાર યાદી સુધારણા કાર્યક્રમમાં જિલ્લાના નાગરિકોને સહભાગી થવા અપીલ કરી છે.

કલેક્ટરએ આ અંગે જણાવ્યું હતું કે, તા.3 ડિસેમ્બરના મતદાર યાદી સુધારણા કાર્યક્રમની ખાસ ઝૂંબેશ જિલ્લાના તમામ મતદાન મથકોએ હાથ ધરવામા આવનાર છે. જેમાં ૧૮ વર્ષ પૂર્ણ થયા હોય તેવા યુવા મતદાર યાદીમાં નામ અવશ્ય નોંધાવે તેમજ કાયમી સ્થળાંતર,અવસાન,અને સરનામા સહિતના સુધારા-વધારા કરવા નજીક મતદાન મથકની અવશ્ય મુલાકાત લે તેમ કલેક્ટરશ્રીએ ખાસ અપીલ કરતા જણાવ્યું છે.

કલેક્ટરશ્રીએ વધુમાં જણાવ્યું છે કે, મતદાર યાદી સુધારણા ઝૂંબેશમા સહભાગી બનીને લોકશાહીને મજબૂત કરવાનો આ અવસર છે. તેમાં જે પણ લોકો મતદાન આપવા માટે લાયક છે. તેવા તમામ લોકો આ માટે આગળ આવે અને તેમનું નામ મતદારયાદીમાં નોંધાયેલું છે કે કેમ તે ચેક કરી લે અને જે લોકોનું નામ નોંધાયેલું નથી તેમનું નામ અવશ્ય નોંધાવી લે.

Related posts

Leave a Comment