હિન્દ ન્યૂઝ, નર્મદા,
હાલની ઠંડી ની શરૂઆત ની મોસમ માં શિયાળાની શરૂઆતમાં નર્મદા જીલ્લાનુ સૌથી લોકપ્રિય અને ઉત્તમ મનાતુ ફળ અેટલે સિતાફળ. નર્મદા જીલ્લા ની આસપાસ ના ડુંગર વિસ્તારમા કુદરતી પરિસ્થિતિમાં થતુ આ ફળ શિયાળામાં ખૂબ લોકપ્રિયતા છે. રાજપીપલા ની આસપાસના વિસ્તારોના ગામો, બારાખડી, ધિરખાડી, ઝરવાણી જેવા ડુંગર વિસ્તાર ના લોકો સિતાફળ ના વેચાણ માટે ટોપલા ભરી ભરીને વહેલી સવારે રાજપીપળા ના બજાર માં લાવતા હોય છે અને આજીવિકા મેળવે છે. રાજપીપલા થી અંકલેશ્વર, ભરુચ, સુરત સુધિ સિતાફળ વેચાણ માટે મોકલવામાં આવે છે. આમ મોટા શહેરોમાં પણ સિતાફળ ની બોલબાલા છે. સિતાફળ આરોગ્ય ની દષ્ટિએ ખૂબ જ લાભદાયી માનવામાં આવે છે. ઉપરાંત ઠંડક આપનાર તેમજ લોહી વધારનાર છે. અને આ ફળનો ઉપયોગ આઈસ્ક્રીમ બનાવવામા પણ થાય છે. સીતાફળ ખૂબ જ મીઠા અને સ્વાદિષ્ટ હોય છે.
રિપોર્ટર : હિતેન્દ્ર વાસંદિયા, નર્મદા