COVID-19 અંતર્ગત માહિતી૧૩/૧૦/૨૦૨૦

હિન્દ ન્યૂઝ, મોડાસા,

નોવેલ કોરોના વાયરસ કોવિડ-૨૦૧૯ ને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવી છે, ત્યારે કોરોના વાયરસની કોઈપણ ગંભીર પરિસ્થિતિને પહોચી વળવા અરવલ્લી જિલ્લાના સમગ્ર વહીવટી તંત્ર દ્વારા પરિસ્થિતિ ઉપર ચાંપતી નજર સાથે કાર્યવાહી કરવામાં આવી રહી છે. હાલમાં કોરોના વાયરસ સમગ્ર દેશ અને દુનિયામાં ફેલાયેલ હોઈ પોઝીટીવ દર્દી ઓના સંર્પકમાં આવેલા લોકોને સંક્રમણનું જોખમ સૌથી વધુ હોય છે. પોઝીટીવ કેસ જાહેર થતાં ત્યાં સંક્રમણનું જોખમ અટકાવવા પૂરતી તકેદારીના ભાગરૂપે COVID-19 નોધાયેલ પોઝીટીવ કેસ ના નિયંત્રિત વિસ્તાર તરીકે જાહેર કરેલ હોય તેવા વિસ્તારમાં આરોગ્યની કુલ-૪૦ ટીમો દ્વારા કુલ-૧૦૦૦ ઘરોની કુલ-૪૫૬૬ વસ્તીનું હાઉસ ટુ હાઉસ સર્વે ની કામગીરી કરવામાં આવી. પોઝીટીવ કેસના સંપર્ક માં આવેલ કુલ-૨૬૨ વ્યક્તિઓને હોમ ક્વોરેન્ટાઇન કરવામાં આવેલ છે.
આજ રોજ કોવિડ-૧૯ નો મોડાસા શહેરી વિસ્તાર નો-૦૧ (પુરુષ) પોઝેટીવ કેસ નોધાયેલ છે.
આજ દિન સુધી નોધાયેલ COVID-19 ના પોઝીટીવ ૫૨૩ કેસો પૈકી કુલ-૪૪૦ સારવાર પૂર્ણ થતાં તેઓને કોવિડ હોસ્પિટલ માથી રજા આપવામાં આવી છે. Covid-19 ના કુલ-૨૦ પોઝીટીવ દર્દી સારવાર હેઠળ છે.

હાલમાં વાત્રક જનરલ હોસ્પિટલ ખાતે-૦૫ તેમજ મોડાસા સાર્વજનિક હોસ્પિટલ આઇસોલેશનમાં ૬ તેમજ હિમતનગર હોસ્પિટલ મા-૦૧ તેમજ અરવલ્લી જિલ્લા ના ૦૩ પોઝીટીવ કેસ અમદાવાદ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. અને ૦૫ દર્દી હોમ આઇસોલેશન છે આમ, કુલ-૨૦ પોઝીટીવ દર્દી સારવાર હેઠળ છે.

તાલુકાનું નામ
કેસની સંખ્યા
એકટીવ દર્દી

બાયડ ગ્રામ્ય
૪૫

બાયડશહેરી
૧૩

ભિલોડા
૩૩

મેઘરજ
૩૧

ધનસુરા
૪૫

માલપુર
૨૦

મોડાસા ગ્રામ્ય
૧૧૨

મોડાસા શહેરી
૨૨૪

ટોટલ
૫૨૩
૨૦

સાર્વજનિક હોસ્પિટલ મોડાસા માથી ભીલોડા તાલુકા નો-૦૧ (પુરુષ) તેમજ મેઘરજ તાલુકા ના-૦૨ (પુરુષ) આમ, કુલ-૦૩ પોઝીટીવ દર્દીની સારવાર પૂર્ણ થતાં રજા આપવામાં આવેલ છે.

રિપોર્ટર : મુન્ના ખાન પઠાણ, મોડાસા

Related posts

Leave a Comment