ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર ડી.ડી જાડેજાના અધ્યક્ષસ્થાને નાર્કો અને કોસ્ટલ સિક્યુરિટી સમિતિની બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

    જિલ્લા કલેક્ટર ડી.ડી જાડેજાની અધ્યક્ષતામાં ઈણાજ કલેકટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે નાર્કો અને કોસ્ટલ સિક્યુરિટી સમિતિની બેઠક યોજાઈ હતી. જેમાં જિલ્લા એન.ડી.પી.એસના નોંધાયેલા ગુનાઓની વિગતે ચર્ચા કરવામાં આવી હતી અને નોંધાયેલા વિવિધ ગુનાઓ અંતર્ગત તપાસ અને મોનિટરિંગ તેમજ ડ્રગ્સ જેવી બદીઓ સામે જનજાગૃતી સહિતની વિગતે ચર્ચા કરવામાં આવી હતી.

આ સાથે જ કોસ્ટલ સિક્યુરિટી અંતર્ગત દરિયાઈ સુરક્ષા સંબંધિત કામગીરી, ફિશ લેન્ડિંગ, પોઇન્ટની હદ નક્કી કરવી, ઓનલાઈન ટોકન સિસ્ટમની કામગીરી, બંદર પરના કર્મચારીઓને ફિશરીઝ વિભાગ દ્વારા વિવિધ તાલીમનું આયોજન અને જિલ્લાના મૂળ દ્વારકા, છારા, માઢવાડ સહિતના બંદરોમાં સીસીટીવી મૂકવા, ટાપુઓ પર ચેકિંગ અને સુરક્ષા, ફિશરીઝ એક્ટ અંતર્ગત કામગીરી સહિત વિવિધ બાબતોની સમિક્ષા કરવામાં આવી હતી.

કલેકટર દ્વારા ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરીને બંદરો ઉપર થતી સઘળી હિલચાલ પર નજર રાખવા, ફિશરીઝ એક્ટ મુજબ કામગીરી કરવા, કોસ્ટલ સુરક્ષા સઘન બનાવવા માટે સમયાંતરે આકસ્મિક ચેકિંગ અને કોઈ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ધ્યાને આવે તો તેને કડક હાથે ડામી દેવા માટે અધિકારીશ્રીઓ જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા, અધિક નિવાસી કલેક્ટર આર.જી.આલ, નાયબ ફિશરીઝ અધિકારી વિશાલભાઈ ગોહિલ, એસઓજીના ગઢવી, અધિકારી એચ.આર.ગોસ્વામી, સહિત ગુજરાત મેરીટાઇમ બોર્ડ, કોસ્ટગાર્ડ, કસ્ટમ વિભાગના અધિકારી ઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

Related posts

Leave a Comment