જિલ્લા કલેક્ટર ડી.ડી.જાડેજાના અધ્યક્ષસ્થાને રોડ સેફ્ટી કાઉન્સિલની મિટિંગ યોજાઈ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

   જિલ્લા કલેક્ટર ડી.ડી.જાડેજાના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી કોન્ફરન્સ રૂમ, ઈણાજ ખાતે રોડ સેફ્ટી કાઉન્સિલ મિટિંગ યોજાઈ હતી. જેમાં રોડ સેફ્ટી બાબતે જિલ્લામાં થતા અકસ્માતોની સંખ્યા ઓછી કરવા લેવાતા પગલાઓ તેમજ અકસ્માતો અંગે સમિક્ષા કરવામાં હતી.

જિલ્લા કલેકટર દ્વારા જિલ્લામાં થયેલા અકસ્માતોની સમિક્ષા કરી અને જિલ્લામાં જરૂરી જણાય ત્યાં સાઈનબોર્ડ લગાડવા, રસ્તાની સાઈડમાં બાધારૂપ ઝાડી-ઝાખરાં દૂર કરવા, તૂટેલા ડિવાઈડરોને રીપેરિંગ કરી બંધ કરવા અને બ્લેક સ્પોટ સહિતની બાબતોની ઓળખ કરી કામગીરી કરવા સૂચના આપવામાં આવી હતી.

તેમજ કલેક્ટર દ્વારા ઓવરલોડ તેમજ નંબર પ્લેટ વગરના વાહનોનું ચેકિંગ સઘન બનાવવા સૂચનાઓ આપી હતી. તદુપરાંત જરુર જણાય તેવી જગ્યાઓએ સ્પીડબ્રેકર મૂકી એક્સિડન્ટની સંખ્યામાં ઘટાડો થાય તે માટે સંબંધિત તમામ વિભાગના અધિકારીઓને જરુરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

મિટિંગમાં એ.આર.ટી.ઓ. વાય.એચ.સરવૈયા દ્વારા જિલ્લામાં થયેલા એક્સિડન્ટ અંગે વિગતે માહિતી આપવામા આવી હતી.

આ બેઠકમાં જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજા, અધિક નિવાસી કલેક્ટર આર.જી.આલ, પ્રાંત અધિકારી ચિરાગ હિરવાણિયા, વેરાવળ પ્રાંત અધિકારી વિનોદભાઈ જોષી, આરએન્ડ બીના કાર્યપાલક ઈજનેર સુનિલભાઈ મકવાણા તેમજ શિક્ષણ, નગરપાલિકા, પોલીસ, એનએચએઆઈના અધિકારીઓ સહિત સંબંધિત વિભાગના શીર્ષ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

Related posts

Leave a Comment