ભરણપોષણના કેશમાં લાખણી કોર્ટ નું કડક વલણ,૧૨૫૮ ની સખ્ત સજા ફટકારી જેલના હવાલે કર્યો

હિન્દ ન્યુઝ, લાખણી

           લાખણી તાલુકાનાં કમોડા ગામના વતની ગીતાબેન રબારી અને તેમના ૨ સંતાનોને દર મહિને ૯૦૦૦ રૂપિયાનું ભરણપોષણ ચૂકવવા તારીખ ૨૮/૦૧/૨૦૧૯ નાં રોજ કોર્ટે દ્વારા આદેશ આપ્યો હતો, પરંતુ કોર્ટના આદેશની અવગણના કરીને પોલીસ વોરંટથી ભાગતા ફરતા મગનભાઈ રબારીની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. તારીખ ૧૦/૦૨/૨૦૨૧ ના રોજ પોલીસે લાખણી કોર્ટમાં રજૂ કરતાં લાખણી કોર્ટે ભરણપોષણ ચુકવવામાં નિષ્ફળ જનાર મગનભાઈ રબારીને ૧૨૫૮ દિવસની સખ્ત કેદની સજા જાહેર કરીને જેલના હવાલે કરવામાં આવ્યો હતો. જેલ દરમિયાન જે આવક થાય એમાંથી ૫૦% હિસ્સો અરજદાર ગીતાબેન રબારીને ચુકવવાનો રહેશે એવો પણ હુકમ કર્યો હતો. આમ કોર્ટના ચુકાદાની અવગણના કરનાર તત્વોમાં આ ચુકાદાને લઈને ફફડાટ ફેલાઇ જવા પામ્યો હતો.

રિપોર્ટર : પ્રહલાદ ઠાકોર, લાખણી

Related posts

Leave a Comment