‘સાઉથ એશિયન રિપોર્ટર્સ એસોસિએશન’ માં ડૉ.દમયંતીબા સિંધા ની મહિલા સેલના રાષ્ટ્રીય પ્રમુખ તરીકે વરણી

હિન્દ ન્યૂઝ

               સાઉથ એશિયન રિપોર્ટર્સ એસોસિએશન (આતંરરાષ્ટ્રીય પત્રકાર સંઘઠન) ના સંસ્થાપક અને ચેરપર્સન ડૉ.સીમાબેન પટેલ દ્વારા ડૉ.દમયંતીબા સિંધા ને (સારા એસોસિએશન) ના ‘મહિલા સેલ ના રાષ્ટ્રીય પ્રમુખ’ તરીકે વરણી કરવામાં આવી છે.  આ સંધર્ભે સંસ્થા ના ચેરપર્સન ડૉ. સીમાબેન પટેલ દ્વારા એક પત્રકાર યાદીમાં જણાવ્યા અનુસાર ‘શ્રી યક્ષદેવ નેચર કેર એન્ડ આયુર્વેદિક રિસર્ચ સેન્ટર’ ના ડૉ.દમયંતીબા સિંધા દ્વારા તેઓની સંસ્થા દ્વારા કેન્સરના દર્દીઓને ફક્ત એક રૂપિયા (1/- રૂ.) માં દવાઓ આપવામાં આવે છે.

અને આ સાથે ડૉ.દમયંતીબા સિંધા દ્વારા નર્મદા જિલ્લા માં અને સમગ્ર ગુજરાત રાજ્યમાં અનેકો અનેક અન્ય સેવાઓ દ્વારા હર હંમેશ લોક સેવાઓ ના કર્યો કરતા અને મહિલા જાગૃતિ માટે સદૈવ કાર્યરત રહેતા ડૉ.દમયંતીબા સિંધાને સાઉથ એશિયન રીપોર્ટર્સ એસોસિએશન માં મહિલા સેલના રાષ્ટ્રીય પ્રમુખ બનવા બદલ ખુબ ખુબ અભિનંદન સહ શુભેછાઓ.

Related posts

Leave a Comment