ગળતેશ્વર તાલુકા પંચાયતની ચૂંટણીનો થનગનાટ શરુ, ફોર્મ ભરવા ઉમેદવારોનો ઘસારો

હિન્દ ન્યૂઝ, ગળતેશ્વર

           ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકા પંચાયતની ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. આવતી કાલે ફોર્મ ભરવા નો છેલ્લો દિવસ છે. ત્યારે આજે ગળતેશ્વર તાલુકા પંચાયત કચેરી ખાતે ભાજપ અને કોંગ્રેસના મેન્ડેટ ઉપરથી ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા અને તાલુકા પંચાયતની કુલ ૧૮ સીટો માટે ફોર્મ ભરવાની કામગીરી શરૂ થઈ ગઈ છે. ગત વર્ષે ગળતેશ્વર તાલુકાની કુલ ૧૮ સીટોમાં ૯ સીટો ભારતીય જનતા પાર્ટી અને ૯ સીટો ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીના ખોળે ગઈ હતી.

પરંતુ ત્યારબાદ પ્રમુખ પદ અનામત હોવાથી વધારે ખેંચતાણ જોવા મળી ન હતી. પરંતુ પ્રમુખપદની એક મુદ્દત પત્યા બાદ બીજી મુદ્દતમાં થોડી ખેંચતાણ બાદ પ્રમુખસીટ ભારતીય જનતા પાર્ટીના ખોળે ગઈ હતી. ત્યારે આ વખતે પ્રજાના તેવર કેવા રહેશે તે જોવું રહ્યું ?? ત્યારે આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટી દ્વારા ગળતેશ્વર તાલુકામાં ૬ સીટો ઉપર ઉમેદવારી નોંધાવી હતી. જે ત્રીજા વિકલ્પ તરીકે પ્રજા વચ્ચે આવકાર્ય રહે છે કે કેમ તે જોવું રહ્યું ?? જિલ્લા પ્રમુખ નયના બેન પટેલ ગળતેશ્વર તાલુકા ભવન ખાતે ઉમેદવારોના ફોર્મ ભરતી વખતે હાજર રહ્યા હતા અને ઉમેદવારોનો ઉત્સાહ વધાર્યો હતો.

નયન બેન પટેલ સતત બીજી ટર્મ માં ખેડા જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે સેવા આપે છે. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સાથે વાત કરતા તેઓએ જણાવ્યું કે પ્રજા અમને સાથ આપશે તેનો અમને પૂરેપૂરો ભરોસો છે. સમગ્ર તાલુકામાં ભારતીય જનતા પાર્ટી બહુમતીથી વિજયી થશે તેવી અમને આશા છે.

રિપોર્ટર : રાકેશ મકવાણા, ખેડા

Related posts

Leave a Comment