મોડાસા નગરપાલિકા ટાઉનહૉલ ખાતે કલેક્ટરની અધ્યક્ષતામાં રસીકરણનો કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યૂઝ, મોડાસા 

અરવલ્લીના મોડાસાના નગરપાલિકા ટાઉનહૉલ ખાતે આજ રોજ કોરોનાં રસીકરણનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં નગરપાલિકાના સફાઇ કામદારોને કોરોના રસીકરણ આપવાની શરૂઆત જિલ્લા કલેકટર અમૃતેશ ઔરંગાબાદકર, જિલ્લા વિકાસ અધિકારી ડૉ. અનિલ ધામેલિયા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રીમાળી, નાયબ જિલ્લા આરોગ્ય અધિકારી કૌશલ પટેલની ઉપસ્થિતિમાં કરાઇ હતી.
મોડાસામાં આજે આરંભાયેલા કોરોના રસીકરણ કાર્યક્રમ અંતર્ગત ૩૯ મોડાસા નગરપાલિકાના સફાઇ કામદારોને કોરોના રસીકરણ અંતર્ગત આવરી લેવાયા હતા.

જિલ્લા કલેકટર અમૃતેશ ઔરંગાબાદકરે જણાવ્યું હતું કે, આ વેકશીન લેવાથી કોઈ આડઅસર નથી. આનાથી ડરવાની કે ગભરાવાની જરૂર નથી. તેમણે નગરપાલિકાના સફાઈ કામદારો સાથે મિટિંગ યોજી રસી લેવા બાબતે માર્ગદર્શન આપ્યું. તેમની કોઈ મૂંઝવણ હોય તો ડૉક્ટર્સની ટીમ દ્વારા નિરાકરણ કરી રસી લેવા પ્રોત્સાહિત કર્યાં. સાથે સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક પહેરવા માટે પણ અપીલ કરી હતી. આ કાર્યક્રમમાં મોડાસા નગરપાલિકાના સફાઇ કામદારો અને આરોગ્ય વિભાગના અધિકારીઓ/કર્મચારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર : મુન્નાખાન પઠાણ, મોડાસા

Related posts

Leave a Comment