જિલ્લા કલેક્ટર ડી.ડી.જાડેજાના અધ્યક્ષ સ્થાને ઈણાજ ખાતે પ્રવાસન સમિતિની બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

 ગીર સોમનાથ જિલ્લા કલેકટર ડી.ડી.જાડેજાના અધ્યક્ષસ્થાને વીડિયો કોન્ફરન્સ રૂમ કલેક્ટર કચેરી ઈણાજ ખાતે પ્રવાસન સમિતિની બેઠક યોજાઈ હતી. જેમાં કલેક્ટરએ જિલ્લાના પ્રવાસન સ્થળોનો વિકાસ કરવા અધિકારીઓને માર્ગદર્શિત કર્યા હતા.

આ બેઠકમાં કલેકટરશ્રી દ્વારા જિલ્લામાંથી આવેલી દરખાસ્તનો રીવ્યૂ કરીને જણાવ્યું હતું કે, ધારાસભ્ય અને પદાધિકારીઓની રજૂઆતોને અગ્રતા આપી અને યાત્રાધામોનો વિકાસ કરવા સુવિધાઓમાં વધારો થાય તે માટે નિયમોને આધિન વિકાસના કામો હાથ ધરવા સૂચના આપવામાં આવી હતી.

ઉપરાંત બેઠકમાં ગત બેઠકના એજન્ડા બાબતે થયેલ કાર્યવાહીની સમીક્ષા કરવામાં આવી હતી અને પ્રાંચી તીર્થ, માધવરાય મંદિર ખાતે એપ્રોચ રોડ બનાવવા, ગુપ્ત પ્રયાગ તીર્થ ધામમાં આવેલ કામગીરીને ફેઝ-૨માં સમાવેશ કરવા, વેરાવળ ચોપાટી ડેવલપમેન્ટ પ્રોજેકટની સમયમર્યાદા વધારો અપૃવ કરવા, શ્રી બાઈ આશ્રમ તાલાલાનો યાત્રાધામ તરીકે વિકાસ કરવા, ઘાટવડ ખાતે શિંગોડા નદી કિનારે આવેલ જમદગ્નિ ઋષિ આશ્રમનો વિકાસ, સોમનાથ ક્ષેત્રમાં આવેલ જળ સ્ત્રોતો રિચાર્જ-રિનોવેશન અને વિકાસના કાર્યો હાથ ધરવા વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

આ બેઠકમાં નાયબ વન સંરક્ષક પ્રશાંત તોમર, નિવાસી અધિક કલેક્ટર આર.જી.આલ, ઉનાના પ્રાંત અધિકારી ચિરાગ હિરવાણીયા, વેરાવળના પ્રાંત અધિકારી વિનોદભાઈ જોષી, આર.એન્ડ.બીના કાર્યપાલક ઈજનેર સુનિલભાઈ મકવાણા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

Related posts

Leave a Comment