વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં રેલવે વિભાગના રૂ.૮૫ હજાર કરોડથી વધુની વિવિધ રેલવે પરિયોજના શિલાન્યાસ અને લોકાર્પણ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

    વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં રેલવે વિભાગના રૂ. ૮૫ હજાર કરોડથી વધુની વિવિધ રેલવે પરિયોજનાઓનો શિલાન્યાસ, લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વડાપ્રધાન દ્વારા વીડિયો કોન્ફરન્સના માધ્યમથી અને વેરાવળ રેલવે સ્ટેશન ખાતે સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમાની ઉપસ્થિતિમાં વન સ્ટેશન વન પ્રોડક્ટ સ્ટોલનું લોકાર્પણ કરાયું હતું.

વડાપ્રધાન ના હસ્તે રેલવે વર્કશોપ અને લોકો શેડ તેમજ પીટ લાઈન્સ/કોચિંગ ડેપો, ફલટન-બારામતી નવી લાઈન તથા અન્ય પરીયોજનાઓનો શિલાન્યાસ તેમજ ઈસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેટ કોરિડોરનો ન્યુ ખુર્જા-સાનેહવાલ ખંડ, વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેટ કોરિડોરના ન્યુ મકરપુરા – ન્યુ ઘોલવડ ખંડ, વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેટ કોરિડોરનું ઓપરેશન કંટ્રોલ સેન્ટર-અમદાવાદ, રેલવે લાઇનનું ડબલિંગ/મલ્ટી-ટ્રેકિંગ અને ગેજ રૂપાંતરણ, અનેક રેલ ખંડોનું વિદ્યુતીકરણ, રેલવે વર્કશોપ તેમજ લોકો શેડ અને પીટ લાઈન્સ/કોચિંગ ડેપો, રેલવે ગુડ્સ-શેડ ગતિ શક્તિ મલ્ટી મોડલ કાર્ગો ટર્મિનલ્સ, ડિજિટલી નિયંત્રિત સ્ટેશન, સ્વચાલિત સિગ્નલિંગ રેલ ખંડ, પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ કેન્દ્ર, વન સ્ટેશન વન પ્રોડક્ટ સ્ટોલ સોલર પાવર સ્ટેશન અને ભવન, રેલ કોચ રેસ્ટોરન્ટ વગેરે પરિયોજનાઓનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

      ઉપરાંત, ૧૦ વંદે ભારત ટ્રેન અને ૪ વિસ્તારિત વંદે ભારત ટ્રેનો સહિત અન્ય નવી રેલ સેવાઓનો પ્રસ્થાન સંકેત આપી શુભારંભ કરાવવામાં આવ્યો હતો. જે અંતર્ગત વેરાવળ રેલવે સ્ટેશન ખાતે વન સ્ટેશન વન પ્રોડક્ટ સ્ટોલનું લોકાર્પણ કરાયું હતું. હવે વેરાવળ સ્ટેશનના વન સ્ટેશન વન પ્રોડક્ટ સ્ટોલ પરથી યાત્રાળુઓને મધના જુદા જુદા ફલેવર મળી રહેશે.

આ પ્રસંગે વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકાનાં પ્રમુખ પલ્લવીબેન જાની, અગ્રણી મુકેશભાઈ ચોલેરા, રેલવે વિભાગના અધિકારી ઓ-કર્મચારીઓ સહિતના ગણમાન્ય લોકો ઉપસ્થિત રહ્યાં હતાં.

Related posts

Leave a Comment