હિન્દ ન્યુઝ, દીવ
સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી, દમણ અને દીવ પ્રશાસન દ્વારા કાર્યરત સોશ્યલ વેલ્ફેર વિભાગના સોશ્યલ વેલ્ફેર સેક્રેટરી ફરમાન બ્રમહા તેમજ ડે.સેક્રેટરી મનોજ પાંડે નાં દિશા – નિર્દેશન તેમજ દીવ જિલ્લાના કલેક્ટર શ્રીમતી ભાનું પ્રભાના માર્ગદર્શન તથા સીડીપીઓ શ્રીમતી ગાયત્રીબેન જાટ ના નેતૃત્વ હેઠળ કાર્યક્રમ યોજવામાં આવ્યો.
જેમાં દીવ અને ઘોઘલા વિસ્તારના આંગણવાડી કાર્યકરો અને હેલ્પર બહેનો, આશા કાર્યકરો, ANM સિસ્ટર અને મિશન શક્તિ ટીમ સામેલ રહેલ. આજરોજ મીશન શક્તિ યોજના ના જિલ્લા મિશન કો ઓર્ડીનેટર નિસર્ગભાઇ ઉપાધ્યાય દ્વારા PCPNDT એક્ટ વિશે વિસ્તૃત સમજણ આપવામાં આવી. જેમાં કાયદાકીય જોગવાઈઓ અને તેને અંતર્ગત થતી સજાઓ વિશે માહિતગાર કરવામાં આવ્યા. જેમાં ગર્ભનું જાતીય પરીક્ષણ કાનૂની અપરાધ છે. ગર્ભમાં રહેલ શિશુનું જાતીય પરીક્ષણ કરનાર અથવા કરાવનાર ને 5 વર્ષ સુધીની જેલયાત્રા અને 50000 સુધીનો દંડ થઈ શકે છે. દીકરો થાય કે દીકરી તેનો આધાર પુરુષ રંગસૂત્રો પર રહેલો છે. પુરુષનું X રંગસૂત્ર અને સ્ત્રીના X રંગસૂત્ર જોડે ફલીનીકરણ કરે તો દીકરી જન્મે છે. પુરુષનું Y રંગસૂત્ર સ્ત્રીના X રંગસૂત્ર જોડે ફલીનીકરણ કરે તો દીકરો જન્મે છે. ઉપરાંત પૌઢ શિક્ષણ અંગે વાત કરતા જણાવવામાં આવ્યું કે જુદા જુદા વિભાગો ના સહયોગ થકી સકારત્મક વિષયક કામગીરી કરી શકાય છે. બાળકીઓ કે જે શિક્ષણ થી વંચિત રહી ગઈ હોય તેના માટે પણ પ્રયત્નો કરી શકાય છે. કુટુંબ નિયોજન માટે પણ મહિલાઓને લગતા અધિકારો વિશે ચર્ચાઓ કરવામાં આવી.
વધુમાં તેઓ દ્વારા જણાવવામાં આવ્યું કે ભારતીય ન્યાય સંહિતા માં 1860 માં બનેલા ઇન્ડિયન પીનલ કોડની જગ્યાએ હવે ભારતીય ન્યાય સંહિતા 2023, 1898માં બનેલા સી.આર.પી.સી. ની જગ્યા એ હવે નાગરિક સુરક્ષા સંહિતા 2023 અને ત્રીજો 1872 માં બનેલા ઇન્ડિયન એવિડન્સ કોડની જગ્યાએ હવે ભારતીય પુરાવા બિલ 2023 અને તેમાં પણ ખાસ મહિલા પર થતા અત્યાચારો, દુષ્કર્મ અને બળાત્કાર જેવા કિસ્સાઓમાં જૂના કાયદા અંતર્ગત સજાઓ અને વર્તમાન પરિવર્તન થયેલી સજાઓ ની વિસ્તૃત સમજૂતી આપવામાં આવી.
આજના કાર્યક્રમમાં મિશન શક્તિની યોજનાકીય માહિતી જેન્ડર સ્પેશીયાલિસ્ટ ડો. તૃપ્તિ છાંટબાર દ્વારા આપવામાં આવી.
બાળ વિકાસ પ્રોજેક્ટ વિભાગના અધિકારી શ્રીમતી ગાયત્રી આર જાટના માર્ગદર્શન હેઠળ નિસર્ગ ઉપાધ્યાય (જિલ્લા મિશન સંયોજક), ડૉ. તૃપ્તિ છાંટબાર, રવીશા રોહિત, અસીમભાઈ મન્સૂરી અને આરોગ્ય વિભાગના ANM સિસ્ટર, આશા કાર્યકર, આંગણવાડી કાર્યકર અને હેલ્પર કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
રિપોર્ટર વિજયલક્ષ્મી પંડ્યા, દીવ
Advt.